સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધરતીપુત્રોની સિંચાઇની સુવિધા વધુ સરળ બની રહે તે અને આગામી રવિ સિઝનમાં ખેડૂતોને પિયતનું પાણી મળી રહે તે માટે તળાવોના સુદ્રઢીકરણના કામો અંગે સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
જે અંતર્ગત વડાલી તાલુકાના કેશરગંજ, થેરાસણા અને થુરાવાસના ગામના તળાવોની મુલાકાત લઇ ખેડૂતો અંગે સિંચાઇની સમસ્યા અંગે જાણકારી મેળવી હતી. જેમાં સિંચાઇ વિભાગના અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું હતું કે આગામી રવિ સિઝનમાં ખેડૂતો સિંચાઇનો લાભ લઇ શકે તે માટે તળાવોની પાણી ભરવાની કેપસીટી અને તેની ઉંડાઇને વધુ અસરકારક બનાવવા પર ભાર મુક્યો હતો. તળાવોની મુલાકાત અને ખેડૂતો સાથેના પરીસંવાદ વેળાએ ખેડૂત અગ્રણી અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતિભાઇ પટેલ,હરીસિંહભાટી, રમેશભાઇ પટેલ તથા સિંચાઇ વિભાગના અધિકારીઓ અને ગામના સરપંચો ઉપસ્થતિ રહ્યા હતા.