સિહોર ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજીની મહાઆરતી તથા પહિંદવિધિ યોજાય

544

સિહોર,તા.૧૨
સિહોરમાં આજે અષાઢી બીજના દિવસે ઠાકરદ્વાર મંદિરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નિકળનારી રથયાત્રા હાલની કોવિડ ૧૯ કરોના મહામારીને લઈને સરકારની ગાઈડ લાઇન(SOP) મુજબ રથયાત્રા નીકળે તેમાં ૬૦ વ્યક્તિ જ કે જેણે રસી લીધી હોય તેણે RTPCR ટેસ્ટ કરાવી નેગેટિવ આવે તો જ ભાગ લઈ શકે યાત્રા માં બેન્ડ કે માઇક નહી વગાડવું યાત્રા જે રૂટ પર પસાર થાય ત્યાં કરફયુ રહે એટલે નાના મોટા ધંધા રોજગાર બંધ રહે રૂટ ટુકાવવાનો આવી પરિસ્થિતિ ઉભી થતી હોય સિહોરની પ્રજા ના સ્વાસ્થ્ય ની ચિંતા કરી અને સંક્રમણ ન વધે તે માટે સિહોર જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા નિર્ણય કરેલ કે ભગવાન જગન્નાથજી સાથે બહેન સુભદ્રા અને ભાઈ શ્રીબલરામ મંદિર પરિસરમાં જ રથયાત્રા કરી ભક્તોને દર્શન દઈ ને પુરી કરવામા આવી હતી.

જેમાં ભગવાન ને રથ માં બેસાડી મહા આરતી તથા પહિંદ વિધિ કરવી હતી પહિંદવિધિ નગરપાલિકા પ્રમુખ વી.ડી.નકુમ દ્વારા કરાયેલ હતી આ પ્રસંગે કોવિડ નિયમ મુજબ ખૂબ અલ્પ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલ

Previous articleભગવાન જગન્નાથજીની ૩૬મી યાત્રામાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવતાં : વિભાવરીબેન દવે
Next articleસર ટી. હોસ્પિ. ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા