ભાવનગર મહાપાલિકાના નારી વોર્ડ વિસ્તારમાં વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવા અંગે મહાનગર સેવા સદન દ્વારા તજવીજ હાથ ધરાતા નારી ગામે આવા સ્થળે દબાણ ન જણાતા આવા દબાણો હટાવવા માટે સેવા સદન દબાણ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. વોટર ટ્રીટમેન્ટ ફિલ્ટર પ્લાન્ટ અંગે આજે સેવા સદને દબાણ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી વેળા મહાનગર સેવા સદનના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ વિગેરે હાજર રહ્યાં હતા તેમ જાણવા મળેલ છે.