ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના બાયોપિક પર બનશે ફિલ્મ

482

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૩
આખરે દાદા માની ગયા છે. સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિક માટે મંજૂરી આપી દીધી છે. પૂર્વ ભારતીય કેપ્ટનની જિંદગી પર બનનારી આ બોલીવુડ ફિલ્મ મેગા બજેટ હશે. બાયોપિકનું નિર્માણ એક મોટા બેનર હેઠળ થશે. ફિલ્મ મેકર્સે ૨૦૦થી ૨૫૦ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. સૌરવ ગાંગુલીએ કહ્યું, હાલ ડાયરેક્ટરનું નામ જણાવવું સંભવ નથી. બધી વસ્તુ નક્કી થવામાં હશે થોડા દિવસ લાગશે. પ્રોડક્શન હાઉસ તરફથી ગાંગુલી સાથે ઘણા તબક્કામાં બેઠકો થઈ ચુકી છે. હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. તમારા મનમાં પણ આ સવાલ આવ્યો હશે. રણવીર કપૂરનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. વાત લગભગ નક્કી થઈ ગઈ છે. ખુદ ગાંગુલીએ તેના નામનો ઉલ્લેખ કર્યો, પરંતુ બે અન્ય સ્ટાર્સ રેસમાં છે. ક્રિકેટર બનવાથી લઈને કેપ્ટનશિપ અને પછી બીસીસીઆઈ અધ્યક્ષ સુધીની સફર ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે વિશે હજુ કહી શકાશે નહીં.બોલીવુડના ઈતિહાસમાં એમએસ ધોની પર બનેલી બાયોપિક બ્લોકબસ્ટર સાબિત થઈ હતી, જેણે કમાણીના બધા રેકોર્ડ તોડી દીધા હતા. પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનની જિંદગી પર પણ ફિલ્મ બની ચુકી છે. સચિન તેંડુલકરના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી મૂવી આવી છે. હાલના સમયમાં ૧૯૮૩ વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ પર ફિલ્મ બની તૈયાર થઈ ચુકી છે. જેમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે. કોરોનાને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ નથી. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવી મહિલા ક્રિકેટરોની બાયોપિક પર કામ ચાલી રહ્યું છે. સૌરવ ગાંગુલીની બાયોપિક પર પહેલા સમાચાર આવ્યા હતા પરંતુ દાદા આ વાતોને નકારી દેતા હતા. પ્રી પ્રોડક્શન કામ પૂરુ થયા બાદ શૂટિંગ શરૂ થઈ જશે. એટલે હવે ભારતીય ક્રિકેટના એક દિગ્ગજ કેપ્ટન સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.

Previous articleબે કેદીઓને ધો.૧૨ની પરિક્ષા આપવા ભાવનગર જેલમાંથી રાજકોટ જેલ મોકલાયા
Next articleભાવનગરના સિહોર તાલુકામાં આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા