આખી ઇમારત સીલ થયાના સમાચારમાં કોઈ સત્ય નથીઃ સુનીલ શેટ્ટી

706

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૩
મુંબઈમાં સોમવારે સવારે અચાનક સમાચાર આવ્યા કે પૃથ્વી એપાર્ટમેન્ટ જેમાં અભિનેતા સુનીલ શેટ્ટીનું ઘર છે. તે કોવિડ -૧૯ ચેપને કારણે સીલ થઈ ગયું છે. તેની બિલ્ડિંગમાં ડેલ્ટા વેરિઅન્ટ પણ મળી આવ્યો છે. દરમિયાન સુનિલ શેટ્ટીના પ્રવક્તાએ કહ્યું હતું, સુનીલ હાલના સમયે શહેરની બહાર છે અને તેમનો પરિવાર એકદમ ઠીક છે. બિલ્ડિંગને સીલ કરાયાના સમાચાર આવતાની સાથે જ તે સો.મીડિયા પર વાયરલ થવા લાગ્યા. આ કારણોસર સુનિલે સો.મીડિયા પર લોકોને સત્ય જણાવવા માટે એક પોસ્ટ શેર કરી.સુનિલ શેટ્ટીએ ટિ્‌વટર પર પોસ્ટ શેર કરી હતી, તેને લખ્યું, મારું બિલ્ડિંગ સલામત છે અને ફેમિલી પણ બરાબર છે. એક વિંગમાં નોટિસ મૂકવામાં આવી છે, પરંતુ આખી ઇમારત સીલ થયાના સમાચારમાં કોઈ સત્ય નથી. મારી માતા, પત્ની માના, અહાન, આથિયા, સ્ટાફ અને આખી બિલ્ડિંગ બરાબર છે. તમારી શુભેચ્છાઓ બદલ આભાર. માફ કરશો મિત્રો .. કોઈ ડેલ્ટા નથી. આ સાથે સુનિલે એમ પણ લખ્યું છે કે ફેક ન્યૂઝ વાયરસ કરતા ઝડપથી ફેલાય છે. તેથી કૃપા કરીને કોઈપણ પ્રકારની ગભરાટ ફેલાવશો નહીં. મારી બિલ્ડિંગ સોસાયટીમાં કોઈ ડેલ્ટા વેરિઅન્ટ નથી. ફક્ત એક જ કોવિડ પોઝિટિવ કેસ છે અને દર્દીની સારવાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી છે.બીએમસીના સહાયક કમિશનરે માહિતી આપી હતી, બીએમસીના સહાયક કમિશનર પ્રશાંત ગાયકવાડે કહ્યું હતું, કોવિડના કેટલાક મામલા સામે આવ્યા બાદ બીએમસીએ પૃથ્વી એપાર્ટમેન્ટને સીલ કરી દીધું છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે સુનીલનો પરિવાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.સુનીલ છેલ્લે સંજય ગુપ્તાની ફિલ્મ ’મુંબઈ સાગા’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, ઇમરાન હાશ્મી, ગુલશન ગ્રોવર અને કાજલ અગ્રવાલે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

Previous articleરોડીઝ ફેમ રણવિજય સિંહ બીજી વાર પિતા બન્યો, પત્નીએ દીકરાને જન્મ આપ્યો
Next articleયશપાલ શર્માના નિધનની ખબર સાંભળી કપિલ દેવ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા