રાજુલાના કોળી સમાજ પ્રમુખ અને ભાજપ પરિવારના કાર્યકર્તા કમલેશભાઈ પરમાર (માધવ)નો જન્મદિન હોડાવાળી ખોડીયાર માના આશ્રમે મહંત શેષનારાયણ બાપુના આશિર્વાદ સાથે સંતચરણમાં જન્મદિન ઉજવાયો હતો.
રાજુલાના કોળી સમાજ પ્રમુખ અને ભાજપ પરિવારના કાર્યકર્તા કમલેશભાઈ પરમાર માધવ ડાઈનીંગના ચેરમેનનો ૩૮મો જન્મદિન ઉજવાયો. જેમાં પરમાર પરિવારના કુળદેવી હોડાવાળી ખોડીયાર મંડળ આશ્રમના મહંત શેષનારાયણ બાપુ ર૯૦૦ ગાયોની જાતે સેવા કરતા અને અજાયબી તો તે વાતની છે કે એક-એક ગાયને બાપુ સીટી વગાડી નામથી પાસે બોલાવે અને ગૌમાતા દોડી દોડી આવે તેવી અદ્દભૂત જગ્યાએ કમલેશભાઈ પરમારનો પરિવાર જઈ ૩૮મો જન્મદિન સંતચરણમાં ઉજવાયો.