કોગ્રેસના લીડર અને ઘણા વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા સિહોર શહેરના પ્રમુખ ધીરુભાઈ ચૌહાણનો આજે જન્મ દિવસ છે ધીરુભાઈ ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી સિહોર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યભાર સાંભળે છે એમની આગેવાનીમાં પ્રજાના અનેક પ્રશ્નો અનેક રજૂઆતો લોકોની અનેક મુશ્કેલીઓ એમને હલ કરાવી છે લોકોના પ્રશ્નો બાબતે અને હકારાત્મક કાર્યક્રમો પણ પોતાની આગેવાનીમાં યોજયા છે અને સિહોર જ નહીં સમગ્ર જિલ્લામાં કોંગ્રેસના એક લીડર અને વડિલ તરીકે ઉભરી આવ્યા છે ત્યારે આજે જન્મ દિવસે ખાસ કોંગ્રેસ પક્ષના યુવાનો નૌશાદ કુરેશી, ધીરજ મલ્હોત્રા, સુભાષભાઈ, અનિલભાઈ, યુવરાજભાઈ, માનશંગભાઈ સહિત યુવાનો વડીલો શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવી હતી અને આજના ખાસ દિવસે સન્માનીત કરાયાં હતા.