કંડોલિયા ફિલ્મ્સની નવી ફિલ્મ ’હું છું ને’ નો મુહૂર્ત કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન

436

જીગ્નેશ બારોટ, પ્રિંનલ ઓબેરોય, રોહિત ઠાકોર સહિતના ફિલ્મી કલાકારો એ શક્તિધામ બહુચરાજીમાં દર્શન કરી સફળતા માટે આશિર્વાદ મેળવ્યા
ભાવનગર તા.૧૨/૭સાજણ પ્રિતની જગમાં થાશે જીત, કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત અને કરોડો હૈયા ડોલાવનાર ગીત “મારા માલકના મેના રાણી” ગીત થી પ્રખ્યાત થયેલ “હવે ક્યારે મળીશું” જેવી એકપછી એક સફળ ગુજરાતી ફિલ્મ આપનાર કંડોલિયા ફિલ્મ્સની વધુ એક ફિલ્મ ’હું છું ને’નું શુભ મુહૂર્ત ભાવનગરના ભંડારીયા બહુચરાજી શક્તિધામ ખાતે યોજાયું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અને અભિનેતા જીગ્નેશ બારોટ, સુપ્રસિદ્ધ અભિનેત્રી પ્રિનલ ઓબેરોયની જોડી ઉપસ્થિત રહી હતી, સાથોસાથ અભિનેતા રોહિત ઠાકોર અને શ્રેયા દવે, વિલન પ્રેમ કંડોલિયા. ગગો, ગજુભા સાથે ક્રિએટીવ ડિરેકટર અનમોલ શાહ સહિતના કલાકારો નો કાફલો જોડાયો હતો, નિર્માતા અને નિર્દેશક હર્ષદ કંડોલિયા અને ખુશ્બુ શાહે એ દરેકને આવકાર્યા હતા, આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિત તેમજ કંડોલિયા ફિલ્મસ મોભી ગિરધરભાઈ કંડોલિયાના હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ સાથે શુભ મુર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક કલાકારો એ માતાજીને પ્રાર્થના કરી આશિર્વાદ લીધા હતા. જય જય અંબેના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે વિક્રમભાઈ શાહ, રામદેવસિંહ ગોહિલ, ડો રાજેન્દ્રભાઇ વ્યાસ, ટેમભા જાડેજા, ચેતનસિંહ ગોહિલ, ધીરુભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ સાથે મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતા તપાસણી કેમ્પ યોજાયો
Next articleકેન્દ્રીય કર્મીઓને બખ્ખાં, ડીએ ૧૧% વધારીને ૨૮ ટકા કરાયું