(જી.એન.એસ)મુંબઈ,તા.૧૪
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ દીકરાને જન્મ આપ્યો છે. દિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. દિયાએ ઇમોશનલ પોસ્ટમાં કહ્યું હતું કે તેણે ૧૪ મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. પ્રીમેચ્યોર ડિલિવરીને કારણે દીકરો છેલ્લાં ૨ મહિનાથી આઈસીયુમાં એડમિટ છે. દિયાએ ફેબ્રુઆરીમાં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ જ દિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી. દિયાએ પોતાના દીકરાનું નામ અવ્યાન આઝાદ રેખી રાખ્યું છે. અવ્યાનનો અર્થ કોઈપણ જાતની અપૂર્ણતા નહીં તેવો થાય છે. આ ઉપરાંત અવ્યાન એ ભગવાન વિષ્ણુનું એક નામ છે. દિયાએ દીકરાની આંગળીઓ પકડી હોય તે તસવીર શૅર કરી હતી. દિયાએ કહ્યું હતું કે દીકરો અવ્યાન પ્રીમેચ્યોર બેબી છે. તેનો જન્મ બે મહિના પહેલાં થયો હતો અને ત્યારથી જ તે હોસ્પિટલના એનઆઈસીયુ (નીઑનટલ ઈન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે. પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થતાં અને બેક્ટરિયલ ઇન્ફેક્શનને કારણે બાળકનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. જોકે, સમયસર ડૉક્ટરની સમજણને કારણે તાત્કાલિક સી-સેક્શન કરીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. દિયા દીકરાને ઘર લાવવા માટે આતુર છે અને તેણે કહ્યું, બહેન સમાયરા તથા ગ્રાન્ડ પેરેન્ટ્સ તેને રમાડવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. લગ્નના દોઢ મહિના બાદ દિયા પતિ વૈભવ રેખી સાથે માલદિવ્સમાં હનીમૂન માટે ગઈ હતી. અહીંયા તે સાવકી દીકરી સમાયરાને પણ લઈને આવી હતી. એપ્રિલ મહિનામાં દિયાએ સનસેટ બતાવતી તસવીર શૅર કરી હતી. સનસેટને જોતી દિયાએ બેબી બમ્પ પર હાથ મૂક્યો છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ દિયાએ ભાવુક મેસેજ શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું, ’ધરતીની જેમ માતા બનવાના આશીર્વાદ મળ્યા. એક જીવનની સાથે જે તમામ બાબતો તથા દરેક વસ્તુની શરૂઆત છે. હાલરડાં, ગીત, નવા છોડ તથા આશાના ફૂલ ખિલવાની. મારા ગર્ભમાં તમામ સપનાઓથી શુદ્ધ સપનાના પારણા કરવાના આશીર્વાદ મળ્યા.’
Home Entertainment Bollywood Hollywood એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પ્રીમેચ્યોર ડિલિવરીથી દીકરાને જન્મ આપ્યો