(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૪
આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી એડિશન માટે પોઈન્ટ સિસ્ટમની જાહેરાત કરી દીધી છે. આગામી મહિને ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે ટેસ્ટ સીરિઝથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે. ટીમને જીત માટે ૧૨ અંક મળશે. તો મેચ ડ્રો થવા પર ચાર અંક મળશે અને ટાઈ થવા પર છ અંક મળશે. આ પહેલાં ગત એડિશનમાં ટીમોને સીરિઝ ના આધાર પર અંક આપવામાં આવતા હતા. તેમાં દરેક સીરિઝ જીતની સાથે ૧૨૦ અંક મળતા હતા અને તેના આધાર પર મેચોનાં અંકોની ફાળવણી કરવામાં આવતી હતી. આઈસીસીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર જૈફ એલારિડિસે કહ્યું, આ ફેરફાર પોઈન્ટ સિસ્ટમને સરળ બનાવવા માટે કરવામાં આવ્યા છે. આઈસીસીનું માનવું છે, તેણે ગત એડિશનથી શીખ લેતાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, અમે જુની પોઈન્ટ સિસ્ટમને લઈને થોડા ફિડબેક મળ્યા હતા કે તેને થોડા સરળ કરવાની જરૂર છે. ક્રિકેટ કમિટીએ એ વાત પર વિચાર કર્યો હતો કે દરેક મેચ માટે એક પોઈન્ટ સિસ્ટમ હોવી જોઈએ. તેનાથી એ પણ સુનિશ્ચિત થશે કે ઉ્ઝ્ર સીરિઝની દરેક મેચ માટે સમાન હશે. તો જૂની સિસ્ટમમાં સીરિઝમાં બેથી પાંચ મેચો હતી. તેઓએ આગળ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીને કારણે અનેક સીરિઝ પૂરી થઈ શકી નથી. આ કારણથી અમે પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવો પડ્યો. અમે ઉપલબ્ધ પોઈન્ટ સિસ્ટમની સરેરાશ નીકાળી. તેનાથી અમે ફાયનાલિસ્ટ નક્કી કરવામાં મદદ મળી. આ રીતે અમે ચેમ્પિયનશિપને નક્કી સમયમાં પૂરા કરવામાં સફળ રહ્યા. તેમાં ભારત-ઈંગ્લેન્ડ સીરિઝ ઉપરાંત આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે થનાર એશિઝ સીરિઝ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના આગામી વર્ષે ભારત પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ રમાશે. તેમાં ચાર મેચોની એકમાત્ર સીરિઝ હશે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી એડિશનમાં પહેલાની જ જેમ નવ ટીમો છ સીરિઝ રમશે. તેમાં ૩ હોમ અને ૩ અવેના સ્તર પર રમાશે. તેનાથી કટ ઓફ તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ હશે.
Home Entertainment Sports આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી એડિશન માટે પોઈન્ટ સિસ્ટમની કરી જાહેરાત