ધોરણ ૧૨ની શાળાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ, ૫૦ ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ થયા

698

વાલીઓની સમંતિ બાદ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો
કોરોનાની બીજી લહેર ધીમી પડતા હવે સરકાર દ્વારા ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક અગવડ પડી રહી હતી, શાળાઓમાં આજથી ધોરણ ૧૨ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવી છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે.શાળાઓ આજથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસે ૫૦ ટકા કેપેસીટી સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યાં છે. અને શાળાઓના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેસાડવામાં આવ્યાં હતાં.

વાલીઓ પાસેથી સંમતિ પત્રક મેળવીને જ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઘોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી દિશા જયેશભાઇ ઠક્કરએ જણાવ્યું હતું કે શાળાના પહેલા દિવસે અમને ખૂબ જ મજા આવી શાળાનું વાતાવરણ ઘરના વાતાવરણ કરતા ખૂબ જ શાંત હતું તેથી ભણવામાં પણ બહુ જ મજા આવી ઓનલાઇન શિક્ષણને કારણે ઘરમાં ઘણા બધા અવાજ નો ડિસ્ટર્બ થતાં હતા શાળામાં આવતા મારા મિત્રો સાથે મળતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ.ઘોરણ ૧૨ આટ્‌ર્સમાં અભ્યાસ કરતી જલ્પા રઘુભાઈ મેરે જણાવ્યું હતું કે કોરોનાના દોઢ વર્ષ બાદ શાળાઓ શરૂ થતા ખૂબ જ આનંદ થયો હતો મારે ઓનલાઇન શિક્ષણમાં ઘણી તકલીફ પડતી હતી કારણકે મારા પપ્પા કામે ચાલ્યા જાય તો ઓનલાઇન શિક્ષણ લઈ શકતી ન હતી ઓફલાઇન શરૂ થતા શાળાના વાતાવરણ વચ્ચે ભણવાની ખૂબ જ મજા આવી રહી છે જેમાં શિક્ષકો સાથે વાતો કરવાની બહેનપણીઓ સાથે નાસ્તો કરવાની અલગ જ મજા આવે છે ઓનલાઇન શિક્ષણમાં ન કરી શકતા હતા.શાળાના શિક્ષક મિતાબેન આચાર્યએ જણાવ્યું હતું કે જે આજથી શિક્ષણકાર્ય શરૂ થયું તેમનો અમને પણ ખૂબ જ આનંદ થયો છે ઓફલાઈન શિક્ષણમાં જે બાળકોને શિક્ષણ આપવાનું તે સારી રીતે આપી શકાય છે ઓનલાઇન શિક્ષણ માં ઘણી અગવડતા પડતી હતી છતાં પણ ઓનલાઇન શિક્ષણ દરમિયાન પણ અમે એકી સાથે ૩૦-૩૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હતા.

Previous articleરૂપાણી સરકાર ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનાર છ મહિલા ખેલાડીઓને ૧૦-૧૦ લાખ આપશે
Next articleભાવનગરમાં પેટ્રોલના ભાવની સેન્ચુરી થતા કૉંગ્રેસ દ્વારા PMના કટઆઉટ સાથે વિરોધ પ્રદર્શન કરાયું