આજે સવારે ભાવનગર શહેરના મૂનિડેરી રોડપર શિવસાગર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ની બસ ના ચાલકે કોઈ કારણોસર પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતાં બેકાબૂ બનેલી બસ પ્રથમ રોડ સાઈડ પર આવેલ એક વૃક્ષ સાથે અથડાઈને રહેણાંકી મકાનમાં ઘૂસી જતાં બસ ચાલક તથા કલિનર ને નાનીમોટી ઈજા સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સમયે રોડપર ટ્રાફિક નહિવત હોવાનાં કારણે મોટી જાનહાનિ ટળી હતી જોકે બસ તથા મકાનને વ્યાપક નૂકસાન થયું હતું. દિવસ ઉગતાની સાથે રાહદારીઓ વાહન ચાલકો આ અકસ્માતને જોવા થંભી જતા હતા જેમાં કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બસ ડિટેઈન કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.