કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બીજનેસ ઍડમીનીસ્ટ્રેશન દ્વારા ભૂતપુર્વ વિદ્યાર્થીઑનાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ સરખેજ-ગાંધીનગર હાઇવે પર, ખોરજ સ્થિત અતિથી રેસ્ટોરન્ટ ખાતે યોજાયો હતો. જેમા ૨૫૦ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કૉલેજનાં સ્થાપના વર્ષ ૧૯૯૯ થી લઈ અને ગત વર્ષે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે કૉલેજ પ્રત્યેની તેમની ઉચ્ચ ભાવના દર્શાવે છે.
આ ભૂતપુર્વ વિદ્યાર્થીઑ આજે પોતની કારકિર્દીની શરૂઆત કરી ચૂક્યા છે અને સરકારી તેમજ ખાનગી કંપની માં બી.બી.એ નોં સ્નાતક કક્ષા નોં અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ હોદા પર પોતાની ફરજ નિભાવે છે અને અનેક વિદ્યાર્થીઓ આજે સફળ સરકારી અધીકારીઓ, બૅંક, મલ્ટીનેશનલ કંપનીઓ, તેમજ સફળ વ્યાવસાઈક સેવાઓ જેવીકે ઝ્રછ,ઝ્રજી,ૈંઝ્રઉછ.બની સમાજમાં સેવા આપી રહ્યા છે. તદઉપરાંત ધંધાકીય ક્ષેત્રે, ઔધોગીક ક્ષેત્રે પણ બીબીઍ નાં વિદ્યાર્થીઓ ખૂબ મહત્વનું પ્રદાન કરી રહ્યા છે જે બાબત નું કૉલેજને ગૌરવ છે.
કાર્યર્ક્મની શરૂઆત કૉલેજનાં આચાર્ય ડૉ.રમાકાંત પૃષ્ટિ ઍ ઉપસ્થિત તમામ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ નું સ્વાગત કરી તેઓઍ યૂનિવર્સિટી,ટ્રસ્ટ અને કૉલેજ વતી સૌનું સ્વાગત કર્યુ હતુ. તેઓઍ પાસંગિક સંબોધનમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ને કડી સર્વ વિશ્વવિદ્યાલય તેમજ કૉલેજ ની સ્થાપના થી લઈ આજ સુધીની સીદ્ધીઓ વિષે વાકેફ કર્યા હતા અને જણાવ્યુ હતુ કે ગુજરાતની ઍક માત્ર કૉલેજ છે જે ૧૬ વર્ષ પહેલા ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સાથે આટલા મોટા પ્રમાણમાં સંપર્કમાં છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે સર્વ વિદ્યાલય કેળવણીમંડળ નાં વિકાસમાં પણ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ નો સિંહ ફાળો છે. તેમજ યૂનિવર્સિટીની સીદ્ધીઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. તેમણે ભૂતપુર્વ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ને સફળ બનાવવામાં કૉલેજ હંમેશા મદદરૂપ થશે તેમ જણાવ્યુ હતુ. કૉલેજનાં સિનિયર અધ્યાપક તથા આજના કાર્યક્રમનાં ઇન્ચાર્જ ડૉ.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને કૉલેજ દ્વારા વર્ષ દરમ્યાન ચાલતી પ્રવૃતિઓનો ખ્યાલ આપ્યો હતો. તેઓ ૨૦૦૨ થી લઈ ૨૦૧૭ સુધીનાં ઉતીર્ણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ માટે કડી રૂપ બન્યા હતા. તેમણે કાર્યર્ક્મ નાં ઉદેશ્ય બાબતે જણાવ્યુ હતુ કે પ્લેસમેંટ, ઇન્ટેન્શીપ, આન્ત્રપેન્યોરશિપ સેલ, ઇંડસ્ટ્રિયલ વિઝિટ સહિતની બાબતો પર કૉલેજ વિશેષ ભાર મૂકે છે. જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. સ્નેહમિલન થકી પ્રસ્થાપિત થતા નવા સબંધોથી ભૂતપુર્વ વિદ્યાર્થીઓ ઍકબીજા સાથે ધંધાકીય સબંધો પ્રસ્થાપિત કરી રોજગારીની તકો વધારી શકે છે.કૉલેજ દ્વારા કંટીન્યૂઅસ અલ્યૂમિની ઈન્ટેરેક્ષન કૉન્સેપ્ટ (ઝ્રછૈંઝ્ર)હેઠળ વર્ષ દરમ્યાન ભૂતપુર્વ વિદ્યાર્થીઓને કૉલેજની અનેકવીધ વિદ્યાર્થી વિકાસ પ્રવૃતિઓ માં સામેલ કરવા માં આવે છે જેમાં અલ્યૂમિની ઍક્સપર્ટ લેક્ચર્સ નો સમાવેશ પણ થાયછે અત્રે કૉલેજ દ્વારા ૨૫ ભૂતપુર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
જેઓ કૉલેજને હાલ બી.બી.એ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વિકાસ માટેનાં કાર્યમાં મદદરૂપ થઈ રહ્યાછે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સતત વિકાસલક્ષી કાર્ય માટે સંપર્ક માં રહેવા માટે કોલેજ દ્વારા કોલેજની વેબ પેજ પર લીંક ની શરૂઆત કરવા માં અવી જેની મદદ થી દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થી નો સરળતા થી સંપર્ક સાધી શકાય. તેમજ તેનો હાલનો વ્યવસાય સહીત ના વ્યક્તિગત વિકાસની બાબત જાણી શકાય. અને જરૂર પડે તે ભૂતપૂર્વ વિદ્યાર્થી ને મદદરૂપ થઇ શકાય.ભૂતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમના અભિપ્રાયમાં જણાવ્યુ હતુ કે કૉલેજનો તેઓનાં વિકાસમાં મહામૂલો ફાળો છે. જેને તેઓ હંમેશા યાદ રાખશે તેમજ કૉલેજ જ્યારે પણ અમને કોઈપણ કાર્યમાટે યાદ કરશે ત્યારે અમે ચોક્કસ યથાશક્તિ સેવા આપીશુ.
બહુરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત ૧૧ કંપનીઓ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને રૂ. ૩,૫૦,૦૦૦ સુધીના પ્લેસમેન્ટ ની ઓફર કરવામાં આવી હતી. મહત્વ નું છે કે આ કંપની નાં પ્રતિનિધિ દ્વારા કંપની દ્વારા ઓફર કરાયેલ જોબ પ્રોફાઈલ નું પ્રસ્તુતીકરણ કરવા માં આવ્યું હતું જેમાં છટૈજ મ્ટ્ઠહા, ્ટ્ઠિઙ્ઘીહ્વેઙ્મઙ્મજ જીષ્ઠેિૈૈંીજ ઁદૃં. ન્ંઙ્ઘ., જીર્ંષ્ઠાઅટ્ઠઙ્ઘિ ૈંહદૃીજંદ્બીહં જીીદૃિૈષ્ઠીજ ઁદૃં. ન્ંઙ્ઘ., ઁર્રીહૈટ, જીટ્ઠઙ્મીજ ૈંઙ્ઘૈટ્ઠ ઁદૃં. ન્ંઙ્ઘ. સ્ટ્ઠટ ન્ૈકી ૈંહજેટ્ઠિહષ્ઠી, ઝ્રટ્ઠંટ્ઠઙ્મઙ્મઅજં ઈટીષ્ઠેૈંદૃી, ઈઙ્મીખ્તટ્ઠહં, ય્ટ્ઠહઙ્ઘરૈ જીૈષ્ઠીજ અને ૈંહઙ્ઘૈટ્ઠ સ્ટ્ઠિં.ર્ષ્ઠદ્બ નોં સમાવેશ થાય છે. કોલેજ નાં ભૂતપૂર્વ વિદ્યાર્થી એ તેમનાં અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાત ની એક માત્ર કોલેજ કહી શકાય જે વિદ્યાર્થીઓ ના ઉતીર્ણ થયા બાદ પણ તેમના પ્લેસમેન્ટ ની ચિંતા કરે છે અને બી.બી.એ કૉલેજ નાં મંત્ર “ મ્મ્છ જીેંઙ્ઘીહં ુૈઙ્મઙ્મ દ્ગીદૃીિ ઇીદ્બટ્ઠૈહ ેંહીદ્બર્ઙ્મઅીઙ્ઘ” ને સાર્થક કરે છે જે અમારા માટે ગૌરવ ની બાબત કહી શકાય. તેઓ એ જણવ્યું કે બી.બી.એ કૉલેજ દ્વારા ઓફર કરાતી ઇન્ટરશિપ, ઇંડસ્ટ્રિયલ વિઝિટ સહિતની પ્રાયોગિક તાલીમ તેઓ ને નોકરી મેળવવા કે વ્યવ્શાય કરવા તેમજ તેમાં સારો દેખાવ કરવા ખુબ જ ઉપયોગી થાય છે. ભૂતપુર્વ વિદ્યાર્થીઓનાં સ્વાગત માટે બીબીઍ નાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતીક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેને તમામ લોકોઍ ખૂબ બિરદાવ્યો હતો. કાર્યક્રમ ના મેનેજમેન્ટ માં બીબીઍ નાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. જે તેમના માટે ટ્રેનીગનો જ ઍક ભાગ કહી શકાય. કાર્યક્રમને સફળ બનાવવા કૉલેજ તરફથી આચાર્ય ડૉ.રમાકાંત પૃષ્ટિ, કાર્યક્રમનાં સંયોજક ડૉ.જયેશ તન્ના તેમજ સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા ખૂબ પ્રયત્નો કરવા માં આવ્યા હતા.