(જી.એન.એસ)મુંબઈ,તા.૧૫
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબિતીજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા એવી અભિનેત્રીઓમાંના એક છે જેમને સોશિયલ મીડિયા પર ઘણી વખત તેમની ફેક પ્રોફાઇલ બનાવનારા દગાબાજોનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં, મુનમુને, જેમણે તેમની ખોટી પ્રોફાઇલ બનાવા વાળાને ખુલ્લા પાડતા, તેમના ચાહકોને આવા લોકોથી બચવાની ચેતવણી આપી છે.
મુનમુને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના ચાહકોને માહિતી આપી હતી કે તે લિંક્ડડિન પર નથી અને તેમના ચાહકો મુનમૂનની ખોટી પ્રોફાઇલ બનાવનાર દગાબાજો સાથે વાતચીત કરી રહી છે. અભિનેત્રીએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં લખ્યું, “મારી પાસે લિંક્ડઈન પ્રોફાઇલ નથી. હું ફરીથી કહેવા માંગુ છું કે હું લિંક્ડડિન પર નથી. એક બીજી સ્ટોરીમાં મુનમુને કહ્યું, “જો તમે લિંક્ડડિનમાં મારા નામ પર કોઈની સાથે વાતચીત કરી રહ્યાં છો, તો તમે ૧૦૦% ફ્રોડ સાથે વાત કરી રહ્યા છો.” લિંક્ડડિન એ એક અમેરિકન પ્રોફેશનલ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ નોકરી શોધવા માટે વિશ્વભરમાં થાય છે. મોટાભાગના કલાકારો આ એપ્લિકેશનમાં તેમની રુચિ બતાવતા નથી. શરુઆતના દિવસોમાં, જ્યારે મુનમુનની સો.મીડિયા પ્રોફાઇલ વેરીફાઈડ નહોતી થઈ તો, તે દરમિયાન તેમને આ રીતની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઇન્સ્ટાગ્રામ, ટિ્વટર અને ફેસબુક પર મુનમૂનના ફોટા અને નામો સાથે ઘણી પ્રોફાઇલ બનાવવામાં આવી હતી. આજે પણ સોશિયલ મીડિયા પર મુનમૂનની ઘણી નકલી પ્રોફાઇલ્સ જોવા મળે છે, પરંતુ વેરિફાઇડ માર્કને કારણે તેમના ચાહકો આવી નકલી પ્રોફાઇલ્સને અવગણે છે. પોતાના મતને ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે પ્રખ્યાત મુનમુન દત્તાએ બે દિવસ પહેલા કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું, હું વેક્સિનેટેડ થઈ ગઈ છું. આ રોગચાળા સાથેની લડતમાં મેં એક પગલું આગળ વધાર્યું છે.
Home Entertainment અભિનેત્રી મુનમુન દત્તાએ તેમના ચાહકોને ફેક પ્રોફાઇલ બનાવા વાળાથી બચવાની ચેતવણી આપી