આરોન ફિંચે ટી૨૦માં સૌથી વધુ રનનો કોહલીનો રેકોર્ડ પોતાને નામે કર્યો

789

(જી.એન.એસ)સેન્ટ લુસિયા,તા.૧૬
વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી૨૦ શ્રેણી રમાઇ રહી છે. જે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શરુઆતની ત્રણેય મેચને ગુમાવી હતી. જોકે ચોથી ટી૨૦ મેચને ઓસ્ટ્રેલિયા જીતવામાં સફળ રહ્યુ હતુ. કેપ્ટન આરોન ફિંચને ઓસ્ટ્રેલિયાની ટીમ સળંગ ત્રણ મેચ હારવાની નિરાશા મળી હતી. આ દરમ્યાન હવે આરોન ફિંચે વિરાટ કોહલીનો એક રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે.
વેસ્ટઇન્ડીઝ સામે એકદમ નજીકથી જીત મેળવનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિંચે અર્ધશતક લગાવ્યુ હતુ. પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૮૯ રન સ્કોર ખડક્યો હતોય ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાએ આ સ્કોર બનાવ્યો હતો. વળતા જવાબમાં વેસ્ટઇન્ડીઝની ટીમ ૨૦ ઓવરના અંતે ૧૮૫ રન બનાવી અટકી ગઇ હતી. કેરેબિયન ટીમના લેંડલ સિમંસે ૭૨ રનની ઇનીંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા સ્કોરના બચાવમાં અંતે સફળ રહ્યુ હત અને શ્રેણીની પ્રથમ જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા ઓરોન ફિંચે ઝડપી અર્ધશતક લગાવ્યુ હતુ. ૩૭ બોલમાં ૩ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકારી ૫૩ રનની ઇનીંગ રમી હતી. આ સાથે જ વિરાટ કોહલીનો તેણે એક રેકોર્ડ તોડ્યો હતો. આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં કેપ્ટનના સ્વરુપમં સૌથી વધુ રન ધરાવનારો કેપ્ટન બની ચુક્યો છે. વિરાટ કોહલી ટી૨૦ ક્રિકેટમાં ૧૫૦૨ રન ધરાવે છે. જ્યારે આરોન ફિંચ ૧૫૫૫ રન ધરાવે છે. હજુ ફિંચને એક ટી૨૦ મેચ શ્રેણીમાં રમવાની છે. આમ તે પોતાના સ્કોરમાં સુધાર કરી શકશે. વિરાટ કોહલી હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે છે. જ્યાં કોહલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ઇંગ્લેન્ડ સામે રમનાર છે. જ્યારે શ્રીલંકા સામેની ટી૨૦ શ્રેણીમાં તે હિસ્સો લઇ શકે એમ નથી આવી સ્થિતીમાં વિરાટ કોહલીએ રેકોર્ડ પરત પોતાને નામે મેળવવા માટે ટી૨૦ વિશ્વકપ સુધી રાહ જોવી પડી શકે છે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમ ૩ ટી૨૦ મેચ રમનાર છે. જેમાં શિખર ધવનને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. ટી ક્રિકેટમાં કેપ્ટનના તરીકે સૌથી વધુ રન આરોન ફિંચ બાદ વિરાટ કોહલી છે. જેના બાદ ત્રીજા ક્રમાંકે કેન વિલિયમસન ૧૩૮૩ રન ધરાવે છે. ઇંગ્લેંન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન ૧૩૩૪ રન ધરાવે છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ ૧૨૭૩ રન ધરાવે છે. ટી૨૦ ક્રિકેટમાં કેપ્ટનના સ્વરુપે અર્ધ શતક ના મામલે હવે આરોન ફિંચ વિલિમયમસની બરાબરી પર આવી ગયો છે. તેણે ૧૧ માં અર્ધશતકને વેસ્ટઇન્ડીઝ સામે નોંધાવતા આ મુકામે પહોંચ્યો હતો. જોકે કોહલી આ મામલે ૧૨ ફીફટી સાથે સૌથી ઉપર છે.

Previous articleભારત વિરુદ્ધ શ્રેણી પહેલાં શ્રીલંકાને ઝટકો, કુશલ પરેરા ખભાના ઈજાને કારણે થયો બહાર
Next articleશ્રીલંકામાં શિખર ધવને વાંસળી વગાડી, પૃથ્વી શોએ ગીત ગાઇને આપ્યો સાથ, વિડીયો વાયરલ