ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાક વચ્ચે જામશે જંગ, આઈસીસીએ ગ્રૂપોની કરી જાહેરાત

272

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૬
આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ T20 વર્લ્ડ કપ મુકાબલાની ગ્રૂપની જાહેરાત કરી દીધી છે. શુક્રવારના રોજ ઓમાનમાં ગ્રૂપ નક્કી કર્યા છે. દિલચસ્પ છે કે ભારત પોતાના ચીર હરીફ પાકિસ્તાનની સાથે એક જ ગ્રૂપમાં છે. બંને સુપર-૧૨ ગ્રૂપના ગ્રૂપ-૨માં છે. છેલ્લે બંને ટીમો ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપમાં સામસામે ઉતરી હતી. જેમાં ભારતે બાજી મારી હતી. કોરોના મહામારીના લીધે ટી૨૦ વર્લ્ડ કપ ૧૭ ઑક્ટોબરથી ૧૪ નવેમ્બરની વચ્ચે ભારતની જગ્યાએ યુએઇ અને ઓમાનમાં રમાશે. ઓમાનમાં સમારંભમાં આઇસીસી અધિકારીઓની સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે પણ ભાગ લીધો T20 વર્લ્ડ કપનો મેચ શેડ્યુલ આવતા સપ્તાહે ચાલુ થવાની સંભાવના છે. ટુર્નામેન્ટના પહેલાં તબક્કામાં ૮ ક્વોલિફાઇંગ ટીમો ભાગ લેશે, જે ઓમાન અને યુએઇમાં રમશે. તેમાંથી ચાર ટીમો સુપર ૧૨માં પહોંચશે. પ્રારંભિક દોરમાં ૮ ટીમો બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યુ ગિની સામેલ છે. ટુર્નામેન્ટની ફાઇનલ ૧૪ નવેમ્બરના રોજ રમાશે. આગામી ટુર્નામેન્ટ ૨૦૧૬ બાદ પહેલી ટી૨૦ વર્લ્ડ કપ હશે. પાછલી વખતે વેસ્ટીઇન્ડીઝે ઇંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. ભારતે સુપર-૧૦ના ગ્રૂપ મુકાબલામાં પાકિસ્તાનને ૬ વિકેટથી માત આપી હતી. સેમીફાઇનલમાં ભારતને વિન્ડીઝના હાથે ૭ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો.
સુપર-૧૨
ગ્રૂપ – ૧
ઇંગ્લેન્ડ,
ઓસ્ટ્રેલિયા,
દક્ષિણ આફ્રિકા,
વેસ્ટઇન્ડીઝ,
રાઉન્ડ ૧ ગ્રૂપનું છ વિજેતા
રાઉન્ડ ગ્રૂપ મ્નું ઉપવિજેતા
ગ્રૂપ – ૨
ભારત,
પાકિસ્તાન,
ન્યૂઝીલેન્ડ,
અફઘાનિસ્તાન,
રાઉન્ડ ૧ ગ્રૂપ મ્નું વિજેતા,
રાઉન્ડ ૧ ગ્રૂપ છનું ઉપવિજેતા

Previous articleશાદાબે ડાઈવ મારીને શાનદાર કેચ પક્ડયો, સરફરાઝે તેના પર ખીજાયો
Next articleગુજરાતને મોટી ભેટઃ જામનગરમાં બનશે દેશની એક માત્ર આયુષ ઇન્સ્ટીટ્યુટ