શહેરમાં બકરી ઇદની ઉજવણી પૂર્વે શાંતિ સમિત્તિની બેઠક મળી

320

૨૧ તારીખે બકરી ઈદના તહેવારની ઉજવણી થશે
મુસ્લિમ બિરાદરોનો ઇદુલ – અઝહા (બકરી ઈદ)નો તહેવાર આગામી તા.૨૧ ને બુધવારે ઉજવાશે. હાલમાં કોરોના મહામારીને કારણે લોકો ભીડ એકઠી ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુ થી ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ બિરાદરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તહેવાર દરમિયાન શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, સુલેહ – શાંતિ અને કોમી એક્તા- ભાઈચારો કાયમ રહે તેવા હેતુથી શાંતિ સમિતિની બેઠક મળી હતી. શહેરના ગંગાજળીયા પોલીસ મથકના પી.આઈ. જે.આર. ભાચકનના અધ્યક્ષ સ્થાને શહેરના મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ નગર સેવક ઇકબાલભાઇ આરબ, કાળુભાઈ બેલીમ, ઇબ્રાહીમ સરવૈયા, મૌલાના જમીલ ઉસ્તાદ, મૌલાના મુજીબ ઉસ્તાદ, યુનુસભાઈ ખોખર, સલીમ શેખ, મુરતુઝા રેહાન, ઇમરાન શેખ, રફીક કાગદી, વિગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસીએમના હસ્તે કેન્સર હોસ્પિટલ સહિતના ૭૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે
Next articleભાવનગર જિલ્લામાં આજે એકપણ કોરોનાનો નવો કેસ નહીં, સતત બીજા દિવેસ એકપણ કેસ નહીં