રાજુલા-મહુવા રૂટની બસનો સમય યોગ્ય કરવા માંગણી

830

રાજુલા એનએસયુઆઈ પ્રમુખ કરણભાઈ કાોટડીયા તેમજ કોંગ્રેસ આગેવાનો બાબુભાઈ રામ, પીઠાભાઈ નકુમ, અંબરીષભાઈ ડેરના માર્ગદર્શનથી રાજુલાથી મહુવા વિદ્યાર્થીઓ રાજુલાથી મહુવા અપડાઉન કરતા હોય પણ એક પણ બસ તે વિદ્યાર્થીઓના ગામ નિંગાળ, મજાદર, વિસળીયા, દાતરડી, માઢીયા, દુધાળા, અગતરીયા, વાંગર, દેવળીયા અને ભેરાઈના વિદ્યાર્થીઓ મહુવા કોલેજમાં અભ્યાસ માટે જતા હોય પણ આ વિદ્યાર્થીઓને નેશનલ હાઈવે અને હવે બનતો ફોરટેક રોડના ગામડા હોવા છતાં એક પણ બસ તે વિદ્યાર્થીઓના ગામમાં ઉભી રહેતી નથી બધી જ એકસપ્રેસ બસ હોવાને કારણે દરેક ગામના વિદ્યાર્થીઓને ન છુટકે પ્રાઈવેટ વાહનમાં અને મોતના સમાન તગામાં જવુ આવવું પડે છે માટે રાજુલાના નવ નિયુકત ડેપો મેનેજર ગઢવીને સવારે મહુવા લોકલ ફેરો અને બપોરે રાજુલાથી પરત મહુવા જવા અને વિદ્યાર્થીઓને પરત આવવા કોઈ વાહન જ ન મળવાને કારણે પરત આવવા કોલેજથી પરતના ટાઈમ પ વાગ્યો આવળા ફેરો શરૂ કરવા એનએસયુઆઈ પ્રમુખ કરણભાઈ કોટડીયા કોંગ્રેસ શહેર પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, દિપકભાઈ, જિલ્લા મહામંત્રી, યોગેશ ગોસ્વામી, રવિરાજ ધાખડા, રમેશ લાખપોત્રા, રાહુલ ધાખડા સહીત વિદ્યાર્થીનીઓ દ્વારા ડેપો મેનેજર નિમીષાબહેન ગઢવી આવેદનપત્ર પાઠવ્યું છે. 

Previous articleરાજુલાની સંસ્કૃતિ વિદ્યાલયમાં રાસ-ગરબા સ્પર્ધા
Next articleભંડારિયામાં નવરાત્રિની શાસ્ત્રોક્ત ઉજવણીનો ધર્મોલ્લાસભેર પ્રારંભ