મહાત્મા ગાંધી યોજનામાં બોટાદ જીલ્લાના ગામોમાં વનીકરણ કામગીરી સાથે રોજગારી નિર્માણ પ્રેરણાદાય કામગીરી દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ.અગણિત જનનાયકો અને મહાન વ્યક્તિત્વ આઝાદીના આંદોલનના પથ પ્રદર્શક છે. આજે એમનાં જ સપનાનું હરિયાળું નંદનવન ગામડાનું ભારત બનાવવા માટે, વનીકરણના સામૂહિક સંકલ્પ દ્વારા બોટાદ જીલ્લામાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા ઉજવણીની શુભ શરૂઆત કરવામાં આવી.સમગ્ર દેશ માં ૧૨મી માર્ચથી શરૂ થયેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ સુધી ૭૫ અઠવાડિયા સુધી ચાલશે. આઝાદીના અમૃત મહોત્સવનું અમૃત નવા સંકલ્પ અને આત્મનિર્ભરતાનું અમૃત છે. આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના નવજાગરણનો મહોત્સવ છે. આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ કરાવતા બોટાદ જીલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસીંઘ સાંદુ એ જણાવ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરણાંનું અમૃત, નવા વિચારો અને નવા સંકલ્પોનું અમૃત બનશે. આત્મનિર્ભર ભારતનું અમૃત બનશે. જન ભાગીદારી, જન સામાન્યને જોડવા, દેશનો કોઈ પણ નાગરિક એવો ન હોય જે આ અમૃત મહોત્સવનો હિસ્સો ન હોય. આ મહત્વની બાબતને ધ્યાને લઇ આગામી બે સપ્તાહ દરમ્યાન બોટાદ જીલ્લાના તમામ ગામોમાં નરેગા યોજના થકી મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા ઉજવણીની શુભ શરૂઆત કરવા તમામ ગ્રામ પંચાયતને જણાવેલ છે. આ વૃક્ષારોપણ માટે દરેક ગામોના સ્મશાન, દરેક શાળાઓ અને આંગણવાડી ઉપરાંત સામુહિક જગ્યા માં વૃક્ષારોપણ ઉપરાંત દરેક ખેડૂત પોતાની જમીન માં બાગાયત પ્લોટ અને શેઢા પાળા ઉપર ૭૫ જેટલા વૃક્ષો નરેગા યોજના થકી લાભ લઇ આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવવા અનુરોધ કર્યો હતો. જીલ્લા વિકાસ અધિકારી દ્વારા વનીકરણના સામૂહિક સંકલ્પ સાથે કૃષ્ણ સાગર નક્ષત્ર વન માં ૧૧૦૦૦ વૃક્ષો વાવેતર કામગીરી મુલાકાત લીધી,આઝાદીના અમૃત મહોત્સવ સંકલ્પ લઇ એક વૃક્ષ વાવતેર કરી ગામના બહેનો સાથે સંવાદ કરેલ કરવામાં આવ્યો. અગામી બોટાદ તાલુકા ના નોર્મલ ફોરેસ્ટ ની ઢાંકણીયા વીડી ૩૭૨.૭૬ હેક્ટર જમીન માં મોટા પાયે વૃક્ષો વાવેતર અન્ય વીડી વિકાસના કામોના આયોજન નરેગા યોજના માં અમલવારી માટે ઢાંકણીયા વીડી મુલાકાત લઇ અધિકારી સાથે બેઠક કરવામાં આવી. આ સમગ્ર આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના કાર્યક્રમમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જોશી ,તાલુકા વિકાસ અધિકારી બોટાદ અને ફોરેસ્ટ વિભાગ અને નરેગા યોજનાના અધિકારી સાથે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયના આગેવાન સહભાગી થયા હતા.