કેન્દ્રીય મંત્રીના નિવેદન બાદ વિપક્ષનો ભારે હોબાળો
(સં. સ. સે.) નવી દિલ્હી , તા.૨૨
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કિસાનો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કિસાનોની તુલના મવાલીઓ સાથે કરી છે. તે પણ કહ્યું કે આ પ્રકારે પ્રદર્શન કરવુ આપરાધિક છે. વિપક્ષ આવી વસ્તુને પ્રોત્સાહન આપી રહ્યું છે. મીનાક્ષીએ કહ્યું- તે કિસાન નહીં મવાલી છે. તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. આ આપરાધિક ગતિવિધિઓ છે. જે કંઈ ૨૬ જાન્યુઆરીએ થયું તે શરમજનક હતું. તે આપરાધિક ગતિવિધિઓ હતી. તેમાં વિપક્ષ તરફથી આ વસ્તુને હવા આપવામાં આવી છે. તેમના આ નિવેદન પર સંસદમાં જોરદાર હોબાળો થયો હતો અને વિપક્ષે સાંસદના રાજીનામાની ઉગ્ર માગ કરી હતી. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે ૨૦૦ કિસાનોના એક સમૂહે ગુરૂવારે મધ્ય દિલ્હીના જંતર-મંતર પર પહોંચ્યો. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ૯ ઓગસ્ટ સુધી સંસદ પરિવરથી કેટલાક કિલોમીટર દૂર જંતર-મંતર પર વધુમાં વધુ ૨૦૦ કિસાનોને પ્રદર્શનની વિશેષ મંજૂરી આપી છે. પોલીસે મધ્ય દિલ્હીની ચારે તરફ સુરક્ષા ઘેરો બનાવી રાખ્યો છે. વાહનોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનો સાથે સરકાર વાત કરવા તૈયાર છે.