પંજાબ CIDની રડારમાં સિદ્ધુના ’શક્તિ પ્રદર્શન’માં સામેલ કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો

175

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી/ચંડીગઢ,તા.૨૨
પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યાર બાદ પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ બુધવારે કોંગ્રેસના જે ધારાસભ્યો નવજોત સિંહ સિદ્ધુ સાથે મંદિરે દર્શન માટે ગયા હતા તેમાંથી કેટલાક પંજાબ સીઆઈડીની રડાર પર છે. આ ધારાસભ્યો પર કેટલીક ગેરકાયદેસર ગતિવિધિઓ જેમ કે ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર રીતે દારૂના વેચાણનો આરોપ લાગેલો છે. કેટલાક ધારાસભ્યો એવા પણ છે જેમણે મુખ્યમંત્રી અમરિંદરની મદદ માગી હતી પરંતુ કોઈ પ્રતિક્રિયા નહોતી મળી. નવજોત સિંહ સિદ્ધુએ બુધવારે ધારાસભ્યો સાથે એક જાતનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. તેમાં તેઓ સુવર્ણ મંદિર પણ ગયા હતા. અમૃતસરની આ મુલાકાત દરમિયાન આપના ૩ ધારાસભ્યો સહિત કુલ ૪૮ ધારાસભ્યો સિદ્ધુ સાથે હતા. તે પૈકીના કેટલાક ધારાસભ્યો પંજાબ સીઆઈડીની રડાર પર છે. નવજોત સિંહ સિદ્ધુના ઘરની બહાર સાદા કપડામાં હાજર રહેલા સીઆઈડી અધિકારીએ તેમની નજર અમૃતસરમાં સિદ્ધુના ઘરે એકઠા થયેલા ધારાસભ્યો પર હતી તેવી માહિતી આપી હતી. કેટલાક ધારાસભ્યો અને તેમના સહયોગીઓ જે સિદ્ધુની સાથે હતા તેમના પર અનેક ગંભીર આરોપો લાગેલા છે. આ ગેરકાયદેસર કામોમાં તેઓ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સામેલ રહ્યા છે. તેમાં ગેરકાયદેસર ખનન અને દારૂના ધંધાનો સમાવેશ થાય છે. જાણવા મળ્યા મુજબ કેપ્ટન અમરિંદર સિંહે આ નેતાઓ અંગે એ ૩ સદસ્યોની પેનલને પણ જણાવ્યું હતું જે કોંગ્રેસ હાઈકમાન દ્વારા પંજાબ કોંગ્રેસનું સંકટ દૂર કરવા બનાવાઈ હતી.

Previous articleપાકિસ્તાનના પૂર્વ રાજદ્ધારીની દિકરીની ઇસ્લામાબાદ ખાતે હત્યા કરાઇ
Next articleરાજસ્થાનના બિકાનેરમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા