કલોલની વખારીયા સ્કુલમાં લીગલ લીટરસી કલબનો હાઈકોર્ટના જજ એમ. આર. શાહના હસ્તે પ્રારંભ

748
gandhi15418-3.jpg

દેશના નાગરિકોને પોતાના હકો અંગેનો ખ્યાલ વિશેષ હોય છે, પરંતુ નાગરિકોને નાગરિક તરીકેની પોતાની ફરજનો પણ ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે સ્કુલ લીગલ લીટરસી કલબનો આરંભ કરાવતા ગુજરાત હાઇકોર્ટના સીનીયર જજ એમ.આર.શાહે જણાવ્યું હતું. 
ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીસ ઓથોરીટી, ગાંધીનગર અને ડિસ્ટ્રીક્ટ કોર્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કલોલ શહેરની પી.જે.વખારીયા હાઇસ્કુલખાતે લીગલ લીટરસી કલબનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કલબના આરંભ કરાવી ગુજરાત હાઇકોર્ટના સીનીયર જજશ્રી અને સ્ટેટ સર્વિસીસ ઓથોરીટી, અમદાવાદના એક્ઝીક્યુટીવ ચેરમેન એમ.આર.શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજનો વિધાર્થી આવતીકાલનો નાગરિક છે. તેને વિધાર્થી જીવનકાળ દરમ્યાન જ કાયદાનું જ્ઞાન મળી રહે તેવા ઉમદા આશયથી લીગલ લીટરસી કલબ શરૂ કરવામાં આવી છે. દેશનું બંધારણઅને કાયદાઓ અંગે તે વધુ માહિતગાર બને, તેમજ કયા કયા કાયદાઓ છે અને શું શિક્ષા થઇ શકે છે, તેવી માહિતી મળી રહે તે ખૂબ જરૂરી છે. ભવિષ્યમાં સારા નાગરિકોનું ધડતર કરવામાં આવી લીગલ લીટરસી કલબ મહત્વની ભૂમિકા અદા કરશે, તેવો ર્દઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. 
કલોલની પી. જે. વખારીયા હાઇસ્કુલમાં આરંભ થયેલ લીગલ લીટરસી કલબમાં બાળકોના અધિકાર, મહિલાઓના અધિકાર, મજૂર કાયદો, કાયદો બધાને માટે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા વનવાસીઓનો અધિકાર, સમાજિક આર્થિક અધિકાર, પંચાયતી રાજ અને કાનૂની સહાયતા જેવા વિષય પર સરળ ભાષામાં કાયદાની માહિતી આપતા પુસ્તકો મુકવામાં આવ્યા છે. લીગલ લીટરસી કલબનો આરંભ કરાવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એમ. આર. શાહના હસ્તે કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત મનસુખભાઇ જે. મેદાણી મૂટ કોર્ટનું પણ ઉદૃધાટન કરવામાં આવ્યું હતું.

Previous article ડૉ. બાબાસાહેબની ૧ર૭ મી જન્મજયંતિની ગાંધીનગરમાં તમામ લોકોએ ઉજવણી કરી
Next article નાયબ મુખ્યમંત્રીએ આંબેડકરની મૂર્તિને હાર પહેરાવ્યો, તો દલિતોએ શુદ્ધિકરણ કર્યું