ભાવનગરના સિહોરના ભડલી ગામ પાસેથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, માથા પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા

895

પોલીસે લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભડલી ગામ નજીક એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતકના માથાના ભાગ પર ગંભીર ઈજાના નિશાન જોવા મળતા હત્યાની આશંકા સેવવામા આવી રહી છે. પોલીસે લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના ભડલી ગામે રહેતો અને ખેતી સાથે સંકળાયેલો ક્ષત્રિય યુવાન રણજીતસિંહ કુંવરૂભા ગોહિલ ઉ.વ.૩૭ ગઈ કાલ રાત્રે વાડીએ ગયાં બાદ લાપત્તા બન્યો હતો જેમાં આજે સવારે સિહોર-ભડલી રોડપર સિહોર-ધ્રુપકા ગામની સીમમાં રોડ કાંઠે થી લાશ પડી હોવાની જાણ સિહોર પોલીસને થતાં ડીવાયએસપી એલસીબી તથા સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં ગત રાત્રે ગુમ થયેલ ભડલી ગામનો રણજીત હોવાનું ફલિત થયુ હતું. મૃતકના માથાના ભાગ પર ગંભીર ઈજાના નિશાન જોવા મળતા હત્યાની આશંકા પ્રબળ બની છે. પોલીસે લાશને પીએમ માટે ખસેડી પરિવારજનોના નિવેદન લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleપાલિતાણામાં ધર્મશાળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા બે લોકો સામે ગુનો નોંધાયો
Next article“એક રાખી ફૌજી કે નામ” અંતર્ગત સ્કાઉટ ગાઇડ સંઘના બાળકો દ્વારા ૨૧૦૦ રાખડી બનાવી મોકલાવશે