ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા “એક રાખી ફૌજી કે નામ” અંતર્ગત દેશની સરહદે રક્ષા કરતા જવાનોને સ્કાઉટ-ગાઈડના બાળકો બે દિવસ દરમિયાન જાતે બનાવેલી ૨૧૦૦ રાખડીઓ બનાવી સરહદ પર મોકલવામાં આવશે. સ્કાઉટીંગના બાળકોને સર્વાંગી વિકાસની તાલીમ આપવામાં આવે છે. જેનાથી બાળકોનો સામાજિક, માનસિક અને શારિરીક વિકાસ થાય છે અને સાથોસાથ સાચો અને સારો નાગરિક બનવા સક્ષમ બને છે હાલ કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ માંથી હાલ થોડા રાહતનો શ્વાસ લીધો છે ત્યારે બીજી તરફ દેશની સુરક્ષા માટે સરહદ પર સૈનિકો ઢાલ બનીને ઉભા છે. દેશની રક્ષા માટે અડીખમ ઉભેલા જવાનોની રક્ષા માટે સ્કાઉટ-ગાઈડના બાળકો દ્વારા જાતે બનાવેલી ૨૧૦૦ રાખડીઓ સરહદ પર મોકલવામાં આવશે.ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા બે દિવસ દરમિયાન ભાવનગર ની જુદી-જુદી શાળાઓ ના બાળકો વિદ્યાધીશ વિદ્યાસંકુલના પટાંગણમાં “એક રાખી ફૌજી કે નામ” શીર્ષક અંતર્ગત કાર્યક્રમ સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે જાતે બનાવેલી રાખડીઓ બનાવી મોકલવામાં આવશે સાથે શુભેચ્છા પત્ર સૈનિક મોકલવામાં આવશે. આ કાર્ય માટે જિલ્લા સંઘના પ્રમુખ નિશિતભાઈ મહેતાએ આર્થિક સહયોગ મળેલ છે સમગ્ર કાર્યક્રમ ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટ, જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં થઈ રહ્યો છે.