આઈસર-બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં સિહોર પો. સ્ટે.ના જવાનનુ મોત નિપજ્યું

645

ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સવારે ફરજ પૂર્ણ કરી પોતાના ગામ તરફ બાઈક લઈને જઈ રહ્યાં હતાં તે વેળાએ એક આઈસર ટેમ્પાના ચાલકે બાઈક સવાર પોલીસ જવાનને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલ પોલીસ જવાને ઘટના સ્થળે દમ તોડ્યો હતો.સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ મથકે ફરજ બજાવતાં પ્રતાપ સિંહ ચૌહાણ આજરોજ રાબેતા મુજબ પોતાની રાત્રી ફરજ પૂર્ણ કરી સવારે પોતાના ગામ તરફ જઈ રહ્યાં હતાં તે વેળાએ ધ્રુપકા-સિહોર રોડપર એક આઈસર ટેમ્પાના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ને અડફેટે લેતાં તેઓ બાઈક સાથે રોડપર પટકાયા હતાં આથી તેઓને માથામાં ગંભીર ઈજા થતાં તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ બનાવની જાણ સિહોર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક પોલીસ જવાનનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી નાસી છુટેલ ટેમ્પા ડ્રાઈવર ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleબેન્કિંગ સેક્ટરમાં ખરીદી નીકળતા દિવસના અંતે સેન્સેક્સ ૧૩૮ અંક વધ્યો
Next articleગુરુ પૂર્ણિમા નિમિતે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પૂજ્ય બાપાની મઢુલીઓમાં ભાવિભક્તોએ દર્શન કર્યા