(જી.એન.એસ)મુંબઈ,તા.૨૪
છેલ્લા કેટલાય વર્ષોથી સલમાન ખાન બિગ બોસની તમામ સિઝન હોસ્ટ કરતો દેખાય છે. હાલમાં જ તેણે બિગ બોસ ૧૫ને લઈને રસપ્રદ જાહેરાત કરી હતી. જો કે, હવે બિગ બોસની આગામી સીઝનમાં સલમાન ખાન નહીં પણ કરણ જોહર હોસ્ટ કરવાનો છે. જેની જાહેરાત ખુદ કરણે સો.મીડિયા પર આપી છે. હકીકતમાં સલમાન ખાન હંમેશાની માફક બીગ બોસ ૧૫ પણ હોસ્ટ બની રહેશે, પણ કરણ જોહર બિગ બોસનું ઓટીટી વર્જનને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. કરણ જૌહરે પોતાના સત્તાવાર સો.મીડિયા પેજ પર આ વાતની જાહેરાત કરી છે. સાથે જ તેણે એક ફોટો શેર કરીને લખ્યું, જીહા..આ હું છું અને બિગ બોસ ઓટીટીનો હોસ્ટ. આ અગાઉ બિગ બોસ ઓટીટી માટે સિદ્ધાર્થ શુક્લા, શહનાઝ ગિલ, રોહિત શેટ્ટી અને ફરાહ ખાનનું નામ સામે આવી રહ્યુ હતું. પણ કલર્સ ચેનલે સૌ કોઈને ચોંકાવીને કરણ જૌહરને હોસ્ટ બનાવ્યો છે. વૂટ પર શરૂ થઈ રહેલા બિગ બોસનું ઓટીટી વર્જનમાં કેટલાય સામાન્ય લોકોની સાથે સો.મીડિયા ઈંફ્લુએંસર પણ નજરે પડશે. જેની શરૂઆત ૮ ઓગસ્ટથી થશે.