જેફ બેઝોસે ૪ મિનિટ સ્પેસ ટૂર માટે અધધ…૫.૫ અબજ ડોલરનો ખર્ચ કર્યો…!!

306

(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૨૪
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે અંતરિક્ષની યાત્રા કરવાનુ પોતાનુ સ્વપ્ન તાજેતરમાં જ પુરુ કર્યુ છે.
ચાર મિનિટની અંતરિક્ષ મુસાફરી પાછળ ૫.૫ અબજ ડોલરનો જંગી ખર્ચ તેમણે કર્યો છે.બીજી રીતે સરખામણી કરવામાં આવે તો આ રકમમાંથી દુનિયાની ઘણી સમસ્યાનો અંત આવી શક્યો હોત.
જેમ કે ૩.૭૫ કરોડ લોકોને આ રકમમાંથી ભૂખમરામાંથી ઉગારી શકાયા હોત. ગરીબ દેશો કોરોનાની વેક્સીન મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે.યુનાઈટેડ નેશન્સ આવા દેશો માટે ૨૦૦ કરોડ ડોઝની વ્યવસ્થા કરવા માંગે છે અને તેની પાછળ ૨.૬ અબજ ડોલરનો કર્ચ થવાનો છે.આમ અંતરિક્ષ યાત્રાની રકમમાંથી તમામ ગરીબ દેશોને વેક્સીન મળી શકી હોત. આફ્રિકાના સંખ્યાબંધ દેશોને આ રકમમાંથી માનવીય સહાય પહોંચાડી શકાઈ હોત. ગરીબ દેશોમાં કૃષિ વિકાસ થકી ઉત્પાદન વધારવા માટે ઈન્ટરનેશનલ ફંડને મદદની જરુર છે અને આ માટે ૩૫ કરોડ રુપિયાની જરુરિયાત છે.બેઝોસની ૩૦ સેકન્ડની યાત્રામાં આ ખર્ચ પૂરો કરી શકાય તેમ છે. કોરોના સહિતની અલગ અલગ આપત્તિઓના કારણે ૩૦૦ કરોડ બાળકો શિક્ષમથી વંચિત છે.તેમના માટે ૮.૫ અબજ ડોલર ભેગા કરવા માટે અભિયાન ચલાવાઈ રહ્યુ છે.આમ બેઝોસની અવકાશયાત્રાના ખર્ચમાંથી ૮૦ ટકા બાળકોનો શિક્ષણનો પ્રશ્ન ઉકેલી શકાયો હતો. ક્લાઈમેટ ચેન્જ માટે પણ મોટી રકમની જરુર છે.આ રકમનો મોટો હિસ્સો અવકાશયાત્રા પાછળ થયેલા ખર્ચમાંથી પૂરો પાડી શકાયો હોત. આટલી રકમમાંથી દુનિયામાં પાંચ અબજ પ્લાન્ટ લગાવી શકાયા હોત અને ક્લાઈમેટ ચેન્જની લડાઈમાં મોટી મદદ મળી શકી હોત.

Previous articleભારતીય પુરુષ હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને ૩-૨થી મ્હાત આપી
Next articleગંગાજળીયા પોલીસ સ્ટેશનનો ગૌમાંસના ગુન્હામાં નાસતો-ફરતો લીસ્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ