ગંગાજળીયા પોલીસ સ્ટેશનનો ગૌમાંસના ગુન્હામાં નાસતો-ફરતો લીસ્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

333

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સ.ઈ એન.જી.જાડેજા, પો.સ.ઈ એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સખત સુચના આપેલ. ભાવનગર એલ.સી.બી. ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ સબંધમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા નાઓને બાતમીરાહે હકિકત મળેલ કે, ગંગાજળીયા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮ ૦૧૧૨૧૦૦૬૯૨/૨૦૨૧ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ની કલમઃ-૫ (૧-ક) તેમજ ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ની કલમઃ-૬-ખ (૧)(૨) તેમજ ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ની કલમ-૮ (૪) મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો લીસ્ટેડ આરોપી અકરમ ભાઇ ઉર્ફે બાકો યુસુફભાઇ બાવનકા રહે.જનતાનગર, બોરડીગેટ, ત્રિમુખી હનુમાનવાળો ખાંચો, ભાવનગર વાળો મફતનગર, હવા મસ્જીદ પાસે ઉભો છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર હાજર મળી આવેલ અને ઉપરોક્ત ગુનાના કામે નાસતો ફરતો હોવાની કબુલાત કરતા હાલની કોરોના મહામારી અંતર્ગત અટક કરેલ નહી અને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારુ ગંગાજળીયા પો.સ્ટે સોંપી આપેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સ.ઈ એન.જી. જાડેજા તથા એ.પી.જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ૐ.ઝ્ર. જયરાજસિંહ જાડેજા, ૐ.ઝ્ર. વનરાજ ભાઇ ખુમાણ, ૐ.ઝ્ર મહીપાલ સિંહ ગોહીલ તથા ઁ.ઝ્ર.જયદિપસિંહ ગોહીલ એ રીતેના માણસો જોડાયા હતાં.

Previous articleજેફ બેઝોસે ૪ મિનિટ સ્પેસ ટૂર માટે અધધ…૫.૫ અબજ ડોલરનો ખર્ચ કર્યો…!!
Next articleઆજથી ધોરણ.૯,૧૦ અને ૧૧ માં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય સાથે શાળાઓ ફરી શરૂ થશે