દામનગર ના હાવતડ ખાતે જીર્ણોદ્ધાર જંખતું રામજી મંદિર પર પૂજ્ય મોરારીબાપુની દ્રષ્ટિ પડી દામનગર ના હાવતડ ખાતે લોંકીક પ્રસંગે તાજેતર માં પધારેલ રામાયણી પૂજ્ય મોરારીબાપુ એ હરિયાણી પરિવાર ના પ્રસંગ માં આવતા ગામ માં રામજીમંદિર પાસે થી પસાર થતા બાપુ એ એક સેવક ને પૂછ્યું કે આ મંદિર ક્યારે બધાયું છે ? ત્યારે સેવકે કહ્યું બાપુ ગામ બધાયું ત્યારે અતિ જીર્ણઅવસ્થા માં રામજી મંદિર જોઈ બાપુ એ પોતાના થી શરૂ કરી રામજી મંદિર ના પુનઃ જીર્ણોદ્ધાર કરવા માટે યાસિકા કરતા જોત જોતા માં પંદર લાખ જેવી રકમ થઈ પણ શિખરબંધ રામજી મંદિર માટે માદરે વતન માટે સુરત મુંબઈ અમદાવાદ સહિત શહેરો માં એક ગામ કમિટી બનાવી હાવતડ ના રામજીમંદિર ના પુનઃ જીર્ણોદ્ધાર માટે જનાર છે ત્યારે મોરારીબાપુ ની દુરંદેશી અને સહકાર થી શરૂઆત શીખરબંધ મંદિર માટે સારા સંકેત છે નાના એવા હાવતડ ગામે બાપુ એ રામજી મંદિર માટે નાખેલ ટહેલ ને સર્વત્ર સ્વીકારી લેતા દાતા ઓ સહિત ના ભાવિકો આનંદિત થયા નાના એવા હાવતડ ગામે આગામી દિવસો માં અતિ નયન રમ્ય શિખરબંધ રામજી મંદિર બંધાશે બાપુ ની ટહેલ ટકોર થી જોત જોતા માં પ્રસંગ માં હાજર ગ્રામજનો દ્વારા જ પંદર લાખ જેવી રકમ થઈ ખૂબ ખુશી વ્યક્ત કરતા ગ્રામજનો બાપુ ની પહેલની ભારે પ્રસંશા કરી રહ્યા છે.