રાણપુર શહેરના ગાયત્રી સોસાયટી,અશર સોસાયટી,મદનીનગર,ખ્વાજા પાર્ક,મહેતાની ખાડુ સહીતના વિસ્તારોમાં વરસાદી પાણી ફળી વળ્યા
બોટાદ જીલ્લાના રાણપુરમાં ધોધમાર વરસાદ થતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.લાંબા વિરામબાદ બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો.અઢી ઈંચ કરતા વધુ વરસાદ થતા રાણપુર શહેરના નિચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.રાણપુર શહેરના ગાયત્રી સોસાયટી, અશર સોસાયટી, મદનીનગર, ખ્વાજા પાર્ક, મહેતાની ખાડૂ સહીતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રહીશો હેરાન-પરેશાન થઈ ગયા હતા.લાંબા વિરામ બાદ રાણપુર શહેર સહીત આસપાસ ના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ખેડુતો ચહેરા ઉપર ખુશી ની લાગણી ફેલાઈ ગઈ હતી.રાણપુર શહેરમાં ભારે વરસાદ ને પગલે રાણપુર શહેરની બજારો માં નદીઓની જેમ વરસાદી પાણી વહેતા થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી..