(જી.એન.એસ)મુંબઈ,તા.૨૬
બી-ટાઉનથી ગત કેટલાંક દિવસોથી સતત એક પછી એક ખરાબ સમાચાર આવતા રહેતાં હોય છે. આ મહિને દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું નિધન થઇ ગયું છે. તે બાદ એક્ટર ચંકી પાંડેની માતાનું નિધન થયુ હતું. આ વચ્ચે હવે સમાચાર આવ્યાં છે કે સિંગર અનુ મલિકની માતા કુશર જહાં મલિકનું નિધન થઇ ગયું છે. આ વતાની જામકારી અનુ મલિકનાં ભત્રીજા ડબ્બૂ મલિકનાં દીકરા અરમાન મલિકની પોસ્ટ પરથી મળી છે. સિંગરની માતાનું નિધન કયા કારણોસર થયુ છે તે અંગે હજુ માહિતી આવી નતી. અરમાન મલિકે ભાવૂક પોસ્ટ શેર કરી છે. અને પોતાને દાદીનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યો છે. અરમાન મલિકે પોસ્ટ શેર કરી કેપ્શનમાં લખ્યું, ’આજે મારી સૌથી સારી મિત્ર ગુમાવી દીધી.. મારી દાદીજાન. મારા જીવનો પ્રકાશ’ હું ક્યારેય આ નુક્સાનની ભરપાઇ નહીં કરી શકું. એક ખાલીપો જે હું જાણું છું કોઇ નહીં ભરી શકે. આપ મારા જીવનનાં સૌથી પ્રેમાળ અને સૌથી કિમતી વ્યક્તિ હતાં. હું ખુબ જ આભારી છુ કે આપની સાથે મને આટલો સમય વિતાવવા મળ્યો. અલ્લાહ મારો ફરિશ્તો હવે તમારી સાથે છે.’
Home Entertainment Bollywood Hollywood અનુ મલિકની માતા કુશર જહાંનું થયું નિધન, અરમાને ભાવુક પોસ્ટ શેર કરી