ટોક્યો ઓલિમ્પિક્સમાં શરથ કમલે ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં કર્યો પ્રવેશ

776

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૬
ટોક્યો ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સફરમાં ભારત માટે ચોથો દિવસ મહત્વનો સાબિત થઈ શકે એમ છે. ટોક્યો ઓલિમ્પિકમાં શરૂઆતથી જ ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ટેબલ ટેનિસ મેચમાં ભારતના શરથ કમલે બે મેચમાં વિજય મેળવ્યો છે. ટોક્યોના ટેબલ પર કમલની રમત જોઈને ભારત માટે પણ મેડલની આશા જાગી ગઈ છે. ભારતના સૌથી અનુભવી ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલે બીજા રાઉન્ડની મેચ જીતીને ત્રીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. સર્વે રાઉન્ડમાં શરથ કમલ પોર્ટુગલના ટિયાગો એપોલોનીયા સામે મેચ જીત્યો હતો. ફક્ત ૬ રમતોમાં પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડ માટે ૭ રમતોની આ મેચ જીતી. જેમાં ભારતના શરથ કમલે ૪-૨થી મેચ જીતી હતી. શરથ કમલે મેચમાં ધીમી શરૂઆત કરી હતી. તેઓ પોર્ટુગલની એપોલોનિયા સામેની પ્રથમ ગેમ ૨-૧૧ના વિશાળ અંતરે હારી ગયા હતા. પરંતુ આ પછી શરત કમલે બીજી ગેમમાં ધમાકેદાર વાપસી કરીને મેચ ૧૧-૮થી મેચ જીતી લીધી હતી. મેચની ત્રીજી રમત પણ શરથ કમલના નામે જ હતી જેમાં તેણે ૧૧-૫થી મેચ જીતી લીધી હતી. આ રીતે, તેણે પ્રથમ ૩ મેચમાં ૨-૧ની લીડ મેળવીને મેચ પર પ્રભુત્વ મેળવ્યું હતુ. શરથે ૫મી ટેનિસ રમત ૧૧-૬થી જીતી હતી. જ્યારે છઠ્ઠી મેચમાં તેણે એપોલોનિયાને ૧૧-૯થી હાર આપી હતી. ૩૯ વર્ષના શરથ કમલનું આ છેલ્લું ઓલિમ્પિક (Olympic) હોઈ શકે છે. તેથી તે યાદગાર બનાવવા માટે તે તમામ શક્ય પ્રયત્નો કરશે.

Previous articleતલવારબાજીમાં ભવાની અને ટેબલ ટેનિસમાં મનિકા બત્રા ઓલિમ્પિકમાંથી થઇ બહાર
Next articleઆઈપીએલ ફેઝ-૨ઃ પહેલી મેચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે ૧૯ સપ્ટેમ્બરથી રમાશે