(જી.એન.એસ.)વડોદરા,તા.૨૬
શહેરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. જીએમઇઆરએસ મેડિકલ કોલેજની હોસ્ટેલ માં રેગીંગ નીંઘટના બાદ મોડે મોડે મેનેજમેન્ટ જાગ્યું છે. જીએમઇઆરએસ મેડિકલ કોલેજની એન્ટી રેગીંગ કમિટીની બેઠક બોલવાઈ હતી. જી.એમ.ઇ.આર.એસ ગોત્રી કોલેજમાં રેગીંગની ઘટનાનો મામલો સામે આવ્યો છે. ૬૦ વિદ્યાર્થીઓના રેગીંગની ઘટનાથી એમબીબીએસના બીજા વર્ષની પરીક્ષા મોકૂફ રખાઇ છે. રેગીંગના ૩૦ કલાક બાદ પણ કોલેજને કોઈ લેખિત ફરિયાદ નહીં. ગોરવા પોલીસને ડિને જાણકારી આપી હતી. રેગીંગ માટે જવાબદાર ૨ રેસિડન્સ તબીબ ને છુટા કરાયા છે. ડો. નૈતિક પટેલ અને ડો ભાર્ગવ બલદાણીયાને છુટા કરાયા છે. આજે રજિસ્ટ્રાર અને વિદ્યાર્થીઓના માતા પિતાને કોલેજ બોલાવવામાં આવશે. મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે, બહારના લોકો આવી સિનિયર વિદ્યાર્થીઓને ઉકસાવે છે. આ મામલે પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું છે. એન્ટી રેગીંગ કમિટી સમગ્ર મામલે તપાસ કરી અહેવાલ તૈયાર કરશે. સમગ્ર અહેવાલ પોલીસને સુપ્રત કરવામાં આવશે. જી.એમ.ઇ.આર.એસ કોલેજનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાશે, તેમ ગોરવાના પીઆઇએ જણાવ્યું હતું. કોલેજના ડિને તાત્કાલિક કાર્યવાહી કરી છે. ભોગ બનનાર વિધાર્થીઓ પૈકી કેટલાક વિધાર્થીઓ અને વાલીઓ સાથે મેનેજમેન્ટે બેઠક કરી હતી. ગોરવા પોલીસ મથકના પી આઈ આર સી કનામિયા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.