નાની બાળાઓ દ્વારા ૬૪ જોગણીના દર્શન

933
bvn2992017-3.jpg

માતાજીના નવલા નોરતાના પ્રારંભ સાથે જ લોકોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રિના આજે પ્રથમ દિવસે શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા લીમડી ચોકના મેલડી માતાજીના મંદિરે યુવક મિત્ર મંડળ દ્વારા નાની બાળાઓને વિવિધ દેવીઓના સ્વરૂપમાં શણગાર કરાવી ૬૪ જોગણીઓ તૈયાર કરીને દર્શન કરાવાયા હતા. જેના આસપાસના વિસ્તારના લોકોએ માતાજીના બાળાઓ દ્વારા તૈયાર કરાયેલા આબેહુબ ૬૪ જોગણીના દર્શન કર્યા હતા.     

Previous articleસેવા સેતુનું નિરીક્ષણ કરતા કમિશ્નર
Next articleપરંપરાગત ગરબીની પધરામણી