દડવા ગામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

297

ઉમરાળાના દડવા ગામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વિપુલભાઈ જોષી (ભાવનગર જિલ્લા કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) એ પ્રાચીન કાળમાં ગુરુ શિષ્ય સંબંધ, શિક્ષકોની ફરજનિષ્ઠા અને બાળકોમાં પણ મુલ્યારોપણ કરવાની બાબતને ખુબ સરળ ભાષામાં પોતાના વક્તવ્યમાં વરણી લીધુ હતુ મહેશભાઈ મોરી દ્વારા સંગઠન પરિચય આપી સંગઠનને આગળ વધારવા જરૂરી બાબતનું માર્ગદર્શન આપ્યું હતુ આ કાર્યક્રમમાં વિજયભાઈ આહિર (પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા અધ્યક્ષ) મહેન્દ્રભાઈ પરમાર (જિલ્લા કોષાધ્યક્ષ) એ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન દિવ્યાંગભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતુ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ઉમરાળા તાલુકા અધ્યક્ષ વિજયભાઈ સિધ્ધપુરા તથા તાલુકા કારોબારી સભ્યો તથા દડવા કેન્દ્રવર્તી શાળાના શિક્ષક પ્રકાશભાઈ ગોટી તથા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી આ ગુરુવંદના કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં સારસ્વતોએ હાજરી આપી કાર્યક્રમ દીપાવ્યો હતો.

Previous articleભારતીય ટીમની રેટ્રો જર્સીમાં જોવા મળ્યો ધોની, વાયરલ થઈ તસવીર
Next articleમહુવા તાલુકાના તલ્લી ગામે માઈનિગનો વિરોધ