રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા દ્વારા કોવીડ-૧૯ રીલીફ ફીડીંગ પ્રોગ્રામ અંતર્ગત અક્ષયપાત્રનાં સંપૂર્ણ સહયોગથી ૧૦૦ થી વધુ આજરોજ તા.૨૭/૦૭/૨૦૨૧ને મંગળવારે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાએ સતત બીજી વખત ૧૦૦ થી વધુ નેત્રહીન પરિવારને અન્નપૂર્ણાં યોજના અંતર્ગત અનાજકીટનું વિતરણ કરી બેરોજગાર થયેલ નેત્રહીનોને સમાજની મુખ્યધારામાં સ્થાપિત કરવા મહત્વનો દાખલો બેસાડ્યો છે.