ભાવનગર મહાપાલિકાની સ્ટે. કમિટીમાં ૪૧ ઠરાવો મંજુર

201

૩ ઠરાવો અધ્યક્ષ સ્થાનેથી મંજુર, ૧ ઠરાવ પેન્ડિંગ
ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજેરોજ સ્ટેન્ડીંગ કમિટી મીટીંગ રૂમ ખાતે કમિટીના ચેરમેન ધિરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને યોજાય હતી, આ બેઠકમાં કુલ ૪૨ જેટલા ઠરાવો રજુ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૪૧ ઠરાવો મંજુર કરાયા હતા અને ૧ ઠરાવ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને ૩ ઠરાવો અધ્યક્ષ સ્થાને મંજુર કરાયા હતા,સ્ટેન્ડીંગ કમીટીમાં રૂા.૩.૬૬ કરોડના ખર્ચથી સફાઇ કામ માટે બે સ્વીપીંગ મશીન ખરીદવા નિર્ણય કરાશે. કર્મચારીઓના સાતમાં પગાર પંચ મુજબના પગાર તફાવતની રકમ ચુકવવા પુનઃ વિચારણા કરી આ એરીયર્સની રકમ ૧૬ હપ્તામાં ચુકવવા મંજુરી આપવા અંગે ર્નિણય કરવામાં આવ્યો હતો,આ ઉપરાંત આજરોજ બેઠકમાં કેટલાક કામની સમય મર્યાદા વધારવા સહિતના ઠરાવોને મંજુરી આપવામાં આવી હતી, જેમાં શહેરી વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ દુર કરવા અને પશુઓને વાર્ષિક ભાવો નકકી કરવા, જયારે શહેરના સરદારબાગ બગીચામાં આવતા મુલાકાતીઓ માટે વિવિધ પ્રકારની ફી નકકી કરવાનો ઠરાવને પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો કારણે તે બગીચામાં મોટાભાગે નાના માણસો વધુ આવતા હોવાથી આ ઠરાવ ને હાલ પૂરતો બાકી રાખવામાં આવ્યો છે.
શહેરના બોરતળાવ કૈલાસવાટિકા ડેવલપમેન્ટ ફેઝ ૩ ના કામ માટે સરકાર દ્વારા રૂા.૪ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ આર્ટ ગેલેરી કમ મ્યુઝીયમ તથા સ્વિમીંગ પુલના ટેક્સર ઉપર બાઇન્ડર તથા કલર કોટીંગ કરવાના કામ અંગે નિર્ણય સહિતના ૪૧ જેટલા ઠરાવો ને બહાલી આપી હતી, જેમાં અધ્યક્ષ સ્થાનેથી ત્રણ કરાયા હતા.
જેમાં ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટની ૭.૫ કરોડના વિકાસના કામોની મંજુરી, ટ્રેકટર અને ટેન્કર લેવા માટે મંત્રી વિભાવરીબેન દવે ની ગ્રાંટ માંથી મંજૂરી, વિવિધ કોન્ટ્રાક્ટરોને એસ.ડી ૫ ટકા ને બદલે ૩ ટકા લેવા મંજૂરી સહિતના કાર્યો ને મંજુર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સ્ટે. કમિટીના ચેરમેન, સદસ્યો અને સબંધીત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleતળાજા તાલુકાના બોરડા ગામે એક રહેણાંકી મકાનમાં તસ્કરોનો હાથફેરો
Next articleફ્લાયઓવરની ટ્રાફિક સમસ્યા હલ કરવા રેલવેની દિવાલ હટાવાઇ