નંદકુંવરબા કોલેજની અનુજાતિની ૪૧૦ વિદ્યાર્થીનીને સ્કોલરશીપ ચેકનું વિતરણ

636
bvn1742018-5.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોલેજમાં અભ્યાસ કરતી અનુસુચિત જાતીની ૪૧૦ વિદ્યાર્થીઓની સરકાર તરફથી મળતી સ્કોલરશીપના ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 
વર્તમાન સમયમાં ગુજરાત સરકાર અને રાજય સરકાર દ્વારા આર્થીક રીતે પછાત અનુસુચિત જાતીની વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુથી વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે તા. ૧૪ એપ્રિલના રોજ ભાવનગર યુનિવર્સિટી આંબેડકર ચેરના અધ્યાપક ડો. એમ.જે.પરમાર સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો. એચ.એલ. ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 
તેમણે ડો. બાબાસાહેબ આંબેકડરની જીવન યાત્રાને યાદ કરીને પોતાના વિચારો  વ્યકત કર્યા હતાં.

Previous articleભાવેણાના જન્મોત્સવ ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો
Next articleબાળાને કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલી