ગુરૂવાર ના રોજ હઝરત અલી અલય્હિસલામનો ઇમામતનો દિવસ હોવાથી આ ખુશીના પ્રસંગે ભાવનગર એસ ટી બસ સ્ટેન્ડ ખાતે પેશ ઈમામ મૌલાના તેહકિક હુસૈન રીઝવી સાહેબના અધ્યક્ષસ્થાનેરવામાં આવેલ છે. આજના આ ખુશી ના પ્રસંગે ગુજરાત એસટી કર્મચારી મહામંડળના ઉપ પ્રમુખ દિલીપસિંહભાઈ ગોહિલ, પ્રમુખ સુખદેવ સિંહભાઈ જાડેજા, રાજન સિંહભાઈ ગોહિલ ના હરદ હસ્તે કામદારો ને એક અત્તર ની બોટલ વિતરણ કરવામાં આવેલ છે. મૌલાના તેહકીક હુસૈન રીઝવી સાહેબ ને સાલ ઓઢાડી સબર ભાઈ ભોજાણી એ સન્માન કર્યું હતું. કામદારો અને પ્રવાસીઓનું રજાક ભાઈ સનોદર વાળા એ આજ ની ખુશીમાં મોં મીઠા કરાવ્યા હતા. આ પ્રસંગે સ્ટેન્ડ ઇન્ચાર્જ જી.ડી. પરમાર, એ ટી આઇ એ પરમાર, સી એચ જાડેજા હાજર રહ્યા હતાં..આ કાર્યક્રમ નું સંચાલન આયોજન મુસ્તાક ભાઈ મેઘાણી એ કરેલ હતું..