ભારતીય હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી, આર્જેન્ટિનાને ૩-૧થી હરાવ્યું

285

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૯
ભારતીય પુરુષ હોકી ટીમે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે પોતાના ચોથી મેચમાં ૨૦૧૬માં રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટીના ટીમને ૩-૧થી માત આપી છે. ટીમની આ ચાર મેચ ત્રીજી જીત છે. ટીમને ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેન્ટીનાની વિરુદ્ધ જીત મળી છે. ભારતને ફક્ત ઓસ્ટ્રેલિયાથી હાર મળી. ટીમ ગ્રુપ -એ પાતાના અંતિમ મુકાબલામાં ૩૦ જુલાઈએ મેજબાન જાપાન સામે ટક્કર જીલશે. મેચમાં ભારત અને આર્જેન્ટીના બન્નેએ સરખી શરુઆત કરી પહેલા ક્વાર્ટરમાં કોઈ ગોલ ન થયો. બીજા ક્વાર્ટરમાં બન્ને ટીમ ગોલ ન કરી શકી. હાફ ટાઈમ સુધી સ્કોર ૦-૦ બરાબર હતો. બન્ને ટીમો પહેલા ૩૦ મિનિટમાં એક પણ પેનલ્ટી કોર્નર ન મેળવી શકી. ૪૩મી મિનિટે પેનલ્ટી કોર્નર પર વરુણ કુમારે ગોલ કરી ભારતને ૧-૦ થી આગળ ધપાવ્યુ. આર્જેન્ટીના ચોથા ક્વાર્ટરમાં પાછુ ફર્યુ, ૪૮મી મિનિટે મૈકો સ્કૂથે પેનલ્ટી કોર્નર પર ગોલ કરી સ્કોર ૧-૧ બરાબર કર્યો. આ બાદ બન્ને ટીમોએ આક્ર્‌મક ખેલ દર્શાવ્યો. ૫૮ માં મિનિટમાં ભારત તરફથી વિવેક સાગરે મેદાની ગોલ કરીને ટીમ ૨-૧નો વધારો નોંધાવ્યો. ફરી ૫૯ મી મિનિટમાં હરમનપ્રીત સિંહે કોર્નર પર ગોલ કરવાની ટીમને ૩-૧ની આગળ રહ્યા છે. ભારતને કુલ ૮ કોર્નર મળ્યા અને બે ભારતે ગોલ કર્યા. ત્રીજી જીત સાથે ભારતીય હોકી ટીમ ગ્રુપ એમાં ૯ અંક સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાના તમામ ૪ મેચ જીત્યા છે. ૧૨ અંકની સાથે ટીમ ટોપ પર છે. સ્પેન, ન્યૂઝિલેન્ડ અને આર્જેન્ટીના તીનો ટીમના ૪-૪ મેચ બાદ ૪-૪ અંક છે. પરંતુ ગોલ સહિત આધાર પર સ્પેન ત્રીજા, ન્યૂઝિલેન્ડ ચોથા અને આર્જેન્ટિના ટીમ ૫માં સ્થાન પર છે. યજમાન જાપાનના ૪ મેચમાં ૧ અંક છે. ટીમે અત્યાર સુધીની કોઈ મેચ જીતી નથી.

Previous articleટૉક્યો ઓલિમ્પિકઃ કોમેન્ટટરે ખેલાડી પર જાતિવાદી નિવેદન આપતા વિવાદ
Next articleભારતીય તીરંદાજ અતનુ દાસ મેન્સ સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો