ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ડો. પ્રવીણ તોગડિયાના ઉપવાસ અંગે જણાવ્યું છે કે, તોગડિયાએ રામ મંદિર માટે ઘરે ઘરેથી એક રૃપિયો અને ઈંટો ઉઘરાવી હતી. રામ મંદિરના નામે એ બધું વર્તમાન વડાપ્રધાનને ખોળે ધર્યું હતું અને હવે તેનો હિસાબ માગવા તોગડિયા ઉપવાસ પર ઉતર્યા છે. કેન્દ્રમાં ચાર વર્ષથી ભાજપની સરકાર બની છે પરંતુ રામ મંદિર કેમ બનતું નથી.
વર્ષ ૧૯૯૦માં ભાજપના એલ.કે. અડવાણીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કાઢીને હિન્દુત્ત્વનો જુવાળ ઊભો કર્યો હતો. હકીકતમાં ભાજપ લોકોની લાગણી ઉશ્કેરી મતોની ખેતી કરે છે. કોંગ્રેસના નેતાઓએ સોમવારે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનો પ્રવાસ યોજી બેઠકોનો દોર કર્યો હતો.
ધાનાણીએ વધુંમાં જણાવ્યું કે, અયોધ્યામાં રામમંદિર બનાવવામાં મ્ત્નઁ સરકાર નિષ્ફળ ગઇ છે. રામમંદિર મુદ્દે ભાજપે લોકોના સપના વેચ્યા છે,. કેન્દ્ર અને અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે છતા અયોધ્યામાં રામમંદિર બનાવવામાં આવ્યુ નથી. આ સાથે જ ધાનાણીએ તોગડિયા પર આરોપ લગાવતા કહ્યું કે, ડૉ. તોગડિયાએ રામમંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ મેળવવા માટે ઉપવાસ પર ઉતર્યા છે.