રાજુલા ખાતે પરશુરામ જયંતિની ઉજવણી કરાશે

2062
guj1842018-1.jpg

આજરોજ અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની જયંતિ હોય, બ્રાહ્મણોના અને સમગ્ર વિશ્વના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે રાજુલા પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બપોરના ૪-૦૦ કલાકે જુના ગાયત્રી મંદિરેથી શોભાયાત્રા નિકળશે જે રાજુલાના મુખ્ય રાજમાર્ગો પર ફરશે અને સવિતાનગરમાં આવેલ પરશુરામ કોમ્યુનિટી હોલના મેદાનમાં પુરી થશે ત્યાં બ્રહ્મસમાજ દ્વારા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમજ આ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મસમાજના પ્રખર ભાગવતાચાર્ય પૂ.ભાઈ રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ રાસગરબા અને દાંડીયારાસનું આયોજન તેમજ મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવેલ હોવાનું પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ ત્રિવેદી તથા મનોજભાઈ વ્યાસે જણાવેલ છે.

Previous articleએટીએમમાં નો-કેશનો ભોગ વિપક્ષના નેતા પણ બન્યા
Next articleરાજુલા ન.પા. પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મંજુર