સર ટી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગને માંદગીનું ગ્રહણ લાગ્યું

648
bvn1842018-9.jpg

શહેરના સર ટી. હોસ્પિટલ સ્થિત સોનોગ્રાફી વિભાગમાં આવેલ મશીનમાં ટેકનીકલ ફોલ્ટ સર્જાતા આ વિભાગને તાળા મારી દેવામાં આવ્યા છે.શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી સોનોગ્રાફી વિભાગમાં મશીન બંધ થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના દર્દીઓને અપાર યાતનાઓ વેઠવા સાથે ખાનગી દવાખાનાઓમાં મો માગ્યા નાણા ચુકવવા મજબુર બનવું પડી રહ્યું છે. અવારનવાર કોઈ કારણોસર આ સેવા બંધ કરવામાં આવે છે. પરિણામે અકસ્માત, મારામારી સહિત ગંભીર હાલતે લાવવામાં આવેલ દર્દીઓને ખાનગી વાહન મારફતે પ્રાઈવેટ સોનોગ્રાફી સેન્ટરો પર લઈ જવા પડે છે. નાજુક સ્થિતિ વચ્ચે દર્દીની હેરવણી-ફેરવણી ખૂબ જ તકલીફ દાયક બને છે. આવી સમગ્ર બાબત હોસ્પિટલ સત્તાવાળ તંત્ર નજર સમક્ષ નિહાળતવું હોવા છતાં કોઈ પગલા નથી લઈ રહ્યું કારણ કે જવાબદારો સંવેદનાહીન અને મગરમચ્છ જેવી ઝાડી ચામડી ધરાવે છે. આજે એક જ દિવસમાં ૧૭થી વધુ દર્દીઓને ખાનગી સેન્ટરો પર સોનોગ્રાફીની ભલામણ કરવામાં આવી હતી.

Previous articleકઠુઆની માસુમ બાળાના દુષ્કર્મીઓને કડક સજા કરવા મુસ્લિમ સમાજની માંગ
Next articleનારી ગામે ખેડૂતો દ્વારા BMCની ટી.પી. સ્કીમનો ભારે વિરોધ કરાયો