મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે વૃધ્ધાશ્રમમાં ફ્રુટ વિતરણ

335

૨ ઓગસ્ટ ૨૦૨૧ અને સોમવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ હતો. જે અંતર્ગત ભાવનગર શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી. બી. ચુડાસમા સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો, કાર્યકર્તાઓ, મહાનગરપાલિકા ના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, તમામ વોર્ડના પ્રમુખ- મહામંત્રીઓ સહિતના આગેવાનો દ્વારા શહેરના વૃદ્ધાશ્રમોમાં દરેક વૃદ્ધોને ફ્રુટ વિતરણ સેવાકાર્ય કરવામાં આવેલ. તેમ ભાવનગર મહાનગરના મીડીયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશી તેમજ પ્રવક્તા આશુતોષભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું હતું

Previous articleરૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીનો ભાવનગર કૉંગ્રેસ દ્વારા વિરોધ કરાયો
Next articleભાવનગરમાં ચોથી ઓગસ્ટે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરોનું સમાપન કરાશેઃ મહર્ષિગૌતમ દવે