કુંવરજી બાવળિયાએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રાખી

389

(જી.એન.એસ.)સુરત,તા.૨
કોંગ્રેસમાંથી ભાજપમાં આવી મંત્રી પદે બેઠેલા કુંવરજી બાવળિયાએ ૧ ઓગસ્ટના રોજ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ કોળી સમાજના મોટા આગેવાનો માંથી એક સુરત અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે કુંવરજી બાવળિયા પર આરોપોની ઝડી વરસાવી છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદ પરથી રાજીનામું આપતાની સાથે જ કુંવરજી પર તેમના જ સમાજના આગેવાન અજીત પટેલે મોટા આરોપ લગાવ્યા છે. અજીત પટેલે કુંવરજીના ભાજપમાં ભળવાને લઈને સમાજમાં કરેલા કામ સુધી આડે હાથ લીધા છે. અજીત પટેલે આરોપ લગાવ્યા કે ભાજપમાં મંત્રી પદની લાલચે બાવળિયા જોડાયા છે “કુંવરજી બાવળિયાએ સમાજ માટે કશુ કામ કર્યું નથી””બીજા રાજ્યમાં પણ તેમને લઇને હોબાળો થયો હતો”, “પોતાની ખુરશી બચાવવા તેમણે પુરા પ્રયાસ કર્યા. રાજનૈતિક આરોપથી ન અટકતા અજીત પટેલે, “સમાજમાં ફુટ પડાવવાનું પણ કામ કુંવરજી બાવળિયાએ કર્યું હોવાનો મોટો દાવો કર્યો, સાથે સમાજના ઘણા સારા આગેવાનોને સાઈડલાઇન કરી સમાજમાં ભાગલા પાડો અને રાજ કરો તેવા ખોટા નિર્ણય કુંવરજી દ્વારા સમાજ માટે લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો. સાથે જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદનો તેમનો કાર્યકાળ ૧ વર્ષ પહેલા જ પૂરો થયા બાદ પણ મીટિંગો કરી હોવાનો આરોપ અજીત પટેલે કર્યો છે.

Previous articleગુજરાત યુનિવર્સિટી પણ હવે કોરોના પીડિત વિદ્યાર્થીઓની સહાય કરશે
Next articleરાહુલ ગાંધી સંસદ સત્રને લઇ આજે વિપક્ષ તમામ નેતાઓ સાથે બેઠક કરશે