અભિનેત્રી જ્હાનવી કપૂરએ કર્યો લગ્નના પ્લાન વિશે ખૂલાસો

272

(જી.એન.એસ)મુંબઈ,તા.૨
જ્હાનવી કપૂર હાલમાં બોલીવુડમાં પોતાની કારકિર્દી ઘડવામાં વ્યસ્ત છે. જ્હાનવીએ અત્યાર સુધીમાં ૪ ફિલ્મો કરી છે અને તે દરેક ફિલ્મ સાથે એક બહેતરીન અભિનેત્રી બની રહી છે. પરંતુ આ સાથે જ્હાનવીએ તેમના લગ્ન માટે પ્લાન પણ તૈયાર કર્યો છે. હા, તાજેતરમાં જ જ્હાનવીએ તેમના લગ્નનો પ્લાન જણાવ્યો છે. જ્હાનવીનું કહેવું છે કે તે એક સિંપલ અને સુંદર લગ્ન ઈચ્છે છે જે ૨ દિવસમાં થઈ જાય. જ્હાનવીએ જણાવ્યું, તે ઈચ્છે છે કે તેની બેચલરેટ પાર્ટી કેપ્રી મૈ યાચમાં થાય અને લગ્ન તિરુપતિમાં. તેમની મહેંદી અને સંગીત સમારોહ મયલાપુરમાં થાય. જ્હાનવીએ એમ પણ કહ્યું કે તેમને રિસેપ્શન વિશે કોઈ એક્સાઈટમેન્ટ નથી. જ્હાનવીએ કહ્યું, ‘શું રિસેપ્શન જરૂરી હોય છે ખરુ? નહીં તો છોડો રિસેપ્શન. લગ્નની સજાવટ અંગે જાહ્નવીએ કહ્યું, ‘લગ્નનું ડેકોરેશન પરંપરાગત પરંતુ સિંપલ રહેશે. મોગરા અને મીણબત્તીઓથી ડેકોરેશન થવું જોઈએ. જ્યારે જ્હાનવીને પૂછવામાં આવ્યું કે તેમની બ્રાઈડમેડ્‌સ કોણ હશે, ત્યારે તેમણે ખુશી કપૂર અને અંશુલા કપૂરના નામ લીધા. આ સાથે તેમણે તેમની મિત્ર તનિષાનું નામ પણ લીધું. જ્હાનવીએ કહ્યું, ‘ મારા લગ્નમાં ખુશી અને પિતા ભાવુક થઈ જાય તો અંશુલા દીદી બધું સંભાળી શકે છે.’ જ્હાન્વીએ કહ્યું ‘મારો પતિ સમજદાર હોવો જોઈએ કારણ કે હું હજી સુધી આવી કોઈ વ્યક્તિને મળી નથી, તેથી જ્હાનવીની આ વાતો સાંભળ્યા પછી લાગે છે કે તેણે તેમના લગ્નની તૈયારીઓ કરી લીધી છે અને હવે બસ છોકરો મળવાની રાહ છે. જ્હાનવીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમણે વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કર્યું અને તે પછી તેણે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’, ‘ગુંજન સક્સેના’ અને ‘રૂહી’માં કામ કર્યું. હવે જ્હાનવી ‘ગુડ લક જેરી’ અને ‘દોસ્તાના ૨’ ફિલ્મોમાં જોવા મળશે.

Previous articleપીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો, બોલીવૂડના સ્ટાર્સે પાઠવ્યા અભિનંદન
Next articleફિલ્મ ’ત્રિપલ એક્સ રિર્ટન ઓફ ઝેન્ડર કેજ’માં દીપિકા સાથે કામ કરનાર ક્રિસ વુની થઈ ધરપકડ