ટાઈગર અરબાઝ ખાનના ટૉક શો પિંચનો મહેમાન બન્યા

231

હું સલમાન ખાનની જેમ જ વર્જિન છું, અભિનેતાનો આ જવાબ સાંભળીને અરબાઝ જોરથી હસવા લાગ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૩
બોલિવુડ એક્ટર જેકી શ્રોફના દીકરા ટાઈગરે ઓછા સમયમાં પોતાની અલગ જ ઓળખ ઊભી કરી છે. ટાઈગર શ્રોફ ફિલ્મો ઉપરાંત ફિટનેસ અને ડાન્સના કારણે પણ ચર્ચામાં રહે છે. ટાઈગર સોશિયલ મીડિયા પર પણ ખાસ્સો પોપ્યુલર છે. તેની તસવીરો અને વિડીયોને ફેન્સ ખૂબ પસંદ કરે છે. હાલમાં જ ટાઈગર શ્રોફ અરબાઝ ખાનના ટૉક શો ’પિંચ’નો મહેમાન બન્યો હતો. આ દરમિયાન અરબાઝે ટાઈગરને કેટલાક રસપ્રદ સવાલો પૂછ્યા હતા. આ એપિસોડનો પ્રોમો હાલમાં જ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં અરબાઝ ખાન ટાઈગરને સોશિયલ મીડિયા પર તેના વિશે કરવામાં આવેલી વિવિધ ટિપ્પણીઓ વિશે સવાલ કરે છે. ટાઈગરને એક ફેને પૂછ્યું છે કે, શું તે વર્જિન છે? આના પર એક્ટરે મજેદાર જવાબ આપ્યો છે. ટાઈગરે કહ્યું, “જુઓ, હું સલમાન ખાનની જેમ જ વર્જિન છું. ટાઈગરનો આ જવાબ સાંભળીને અરબાઝ જોરથી હસવા લાગે છે. ટાઈગરે આજ સુધી પોતાની રિલેશનશીપ વિશે ખુલીને વાત નથી કરી. પરંતુ હંમેશાથી ચર્ચા થતી આવી છે કે, એક્ટ્રેસ દિશા પટણી સાથે ટાઈગર રિલેશનશીપમાં છે. દિશા પટણી અને ટાઈગર અવારનવાર સાથે વર્કઆઉટ કરતાં, લંચ કે ડિનર ડેટ પર જોવા મળે છે. એટલું જ નહીં ટાઈગરનો આખો પરિવાર દિશાને ખૂબ પ્રેમ કરે છે. શ્રોફ પરિવારના દરેક સેલિબ્રેશનમાં દિશાની હાજરી અચૂક હોય છે.

Previous articleપેગાસસ માટેNDAમાં ફૂટ, નિતીશ કુમારે તપાસની કરી માગ
Next articleરજાના દિવસે કરિશ્મા સાથે કરીના કપૂરે પેટ ભરીને ખાધું