ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પડતર પ્રશ્નો પ્રત્યે સરકાર ઉદાસીનતા સેવી રહી હોવાનો રોષ શિક્ષકોમાં જોવા મળી રહ્યો છે સળંગ નોકરી સાતમા પગાર પંચ ના હપ્તા અને ગ્રેડ પે ની બાબતમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને થતો અન્યાય દૂર કરવા ની માંગણી સાથે આજ રોજ બેનરો સાથે દેખાવો કરી ને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ને દાહોદ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપીને સરકાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓના જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓ જેવા જ તમામ પ્રકારના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કાર્યો સમાન ધોરણે કરતા હોવા છતાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને સરકારી શાળાઓની તુલનામાં અપાતા લાભો માં અન્યાય કરાઈ રહ્યો છે તારીખ ૧૮/ ૦૬/૯૯ ના ઠરાવ મુજબ વિદ્યા સહાયક તરીકેનિમણૂક પામેલા કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણ ના હેતુ માટે ની નોકરી સળંગ ગણવા તથા સમાન કામ સમાનલાભોના સિદ્ધાંત અનુસાર શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની જેમ જ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કામગીરી સમાન ધોરણે કરતા પ્રાથમિક શાળાઓના શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ વખતે ૪૨૦૦ નો ગ્રેડ પે આપવો,તારીખ ૨૦/ ૯ /૧૭ ના સાતમા પગાર પંચના ઠરાવની શરત પ્રમાણે પાંચ હપ્તા પૈકી આજ દિન સુધી એક પણ હપ્તો ચૂકવાયો નથી જેની તાત્કાલિક ચુકવણી કરવી,અન્ય કર્મચારીઓની માફક ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને પણ તબીબી સારવાર ખર્ચ અને ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મચારીઓ ને રહેમરાહે રોકડ સહાય ચૂકવી જેવી માંગણીઓ ઉપરાંત શિક્ષણ સમિતિની શાળાઓ ની જેમ જ તમામ પ્રકારની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કામગીરી સમાન ધોરણે કરતા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના કર્મચારીઓના લાભોમાં પ્રવર્તતી વિસંગતતાઓ અને અસમાનતાઓ દૂર કરવા સારુ ૨૦૧૭ પછી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ભરતી બંધ કરાતા નિવૃત્તિ કે અન્ય કારણોસર ૯૦૦ થી વધુ જગ્યાઓ ખાલી પડેલી છે સરકાર આ જગ્યાઓ કાયમી ધોરણ રદ કરે અને ગ્રાન્ટેડ શાળાઓ ને સ્વનિર્ભર માં ફેરવી તેમાં કામ કરતાં વર્તમાન કર્મચારીઓના મહેકમને શિક્ષણ સમિતિની શાળાઓમાં સમાવી લે એવી માંગણી પણ કરવામાં આવી છે. પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે દાહોદ જિલ્લા માન્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ ધર્મેન્દ્ર અગ્રવાલ,, અમિત પટેલ,મહેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ વરિયા,સહીત અન્ય હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે વધુ વિગતો આપતા ધર્મેન્દ્ર અગ્રવાલ એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળનાપ્રમુખ જાવેદભાઈ ની સુચના અને માર્ગદર્શન અનુસાર તમામ જિલ્લાના ઘટક સંઘો દ્વારા ઉક્ત પ્રશ્નોના નિરાકરણ બાબતે સરકારમાં ભલામણ કરવા સારુ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે સાથે જ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓની માંગણી પ્રત્યે સરકારની ઉદાસીનતા અને વિલંબિત નીતિને નિરાશાજનક ગણાવી હતી અને માંગણીઓ પરત્વે સરકારે અગ્રતા ના ધોરણે નિર્ણય લેવા ની માંગ ઉચ્ચારી હતી.