ગઢડામાં ગરિબ કલ્યાણ યોજના હેઠળ અનાજ વિતરણ કાર્યક્રમ

221

ગઢડા ખાતે ધારાસભ્ય આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં વિજયભાઈ રૂપાણીની પારદર્શિક, સંવેદનશીલ અને નિર્ણાયત્મક સરકારના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે પ્રજાલક્ષી યોજનાઓ સીધી જ લાભાર્થીઓને મળી રહે તે માટે જુદા જુદા કાર્યક્રમો કરી સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે જ્ઞાનશકિત દિવસ કાર્યક્રમ થકી શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, દરેક નાગરિકોને જુદી જુદી યોજનાની સહાયની અરજીઓ એક જ સ્થળેથી કરી શકે તે માટે બીજા દિવસે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આજ ત્રીજા દિવસે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં દરેક દુકાન દીઠ દ્ગહ્લજીછ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ‘’પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’’ હેઠળ પ્રતિ વ્યક્તિ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા મળી કુલ ૫ કિલો પ્રતિ વ્યક્તિ અનાજનો જથ્થો વિનામૂલ્યે વાજબી ભાવની દુકાનેથી ૧૫ કિલોગ્રામ વહન ક્ષમતાની રેશનની થેલીમાં આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક દુકાન દીઠ દ્ગહ્લજીછ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ‘’પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’’ હેઠળ જિલ્લાની તમામ વાજબી ભાવની દુકાનો તથા બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકા વિસ્તારના વિવિધ આઠ સ્થળોએ અન્નકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સાંદિપની સ્કુલ બોટાદ ખાતે કરાયેલ વિતરણ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆખલોલ જકાતનાકા સામે આવેલી સ્લમ વસાહત બની જર્જરીત : મોટી દુર્ઘટનાની ભિતી
Next article૬૬મો “રેલ સપ્તાહ” કાર્ય ભાવનગર વિભાગ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવાયો