વાપીમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, ૮૫ લાખ રોકડ જપ્ત

672

વાપી,તા.૪
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (એનસીબી) દ્વારા દક્ષિણ ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડતા વાપીમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં એનસીબીની ટીમે ૨ આરોપીઓ પાસેથી ૪.૫ કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે ૮૫ લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે.
વાપીમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાયા બાદ એનસીબીની ૨૦ ટીમો ગુજરાતમાં કામે લાગી ગઈ છે. હાલ આ કેસમાં દ્ગઝ્રમ્ની ટીમે પ્રકાશ પટેલ અને સોનુ નામના બે શખ્સોને ઝડપી પાડીને ડ્રગ્સ ફેક્ટરી સીઝ કરી દીધી છે.એનસીબીની ટીમની પૂછપરછમાં સામે આવ્યું, પ્રકાશ પટેલ ડ્રગ્સ બનાવતો હતો, જ્યારે સોનુ રામ માર્કેટિંગ કરતો હતો. હાલ બન્ને આરોપીઓની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleનારી ગૌરવ દિવસ’ના વિરોધમાં અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રદર્શન
Next articleવડોદરાની સયાજી હોસ્પિ.ના મેડિકલ સ્ટોરમાં ચોરી કરી તસ્કરો ફરાર